ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 41 થઈ

કોરોના મહામારીએ દેશભરમાં કહેર મચાવ્યો છે. લોકડાઉનથી લઈ અનલોક 1 સુધી કોરોના કેસમાં વધારો થતો જાય છે. જે જિલ્લા કોરોના મુક્ત હતા, તે પણ હવે કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ત્યારે, મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાતું જાય છે. આજે કોરોનાના વધુ 2 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 41 પર પહોંચી છે.

By

Published : Jul 4, 2020, 9:23 PM IST

મોરબી જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા, કુલ કેસની સંખ્યા 41 પર પહોંચી
મોરબી જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા, કુલ કેસની સંખ્યા 41 પર પહોંચી

મોરબી: શહેરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે શુક્રવારના રોજ એક જ દિવસમાં છ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે વધુ બે કોરોના કેસ નોંધાયા છે. વધતા કેસને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

મોરબીના મહેન્દ્રપરા શેરી નં-2 ના રહેવાસી પિતા પુત્રના બે દિવસ પૂર્વે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના 80 વર્ષના વૃદ્ધ માતાને રાજકોટ દાખલ કર્યા હતા. તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધા 1 જુલાઈથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ છે. જેને હાઈપર ટેન્શનની દવા પણ ચાલુ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. તે ઉપરાંત મોરબીની અવની ચોકડી પાસેના ધ્રુવ પેલેસના રહેવાસી 50 વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેમનું સેમ્પલ લેવાયું હતું. દર્દીને 4 દિવસથી સામાન્ય શરદી અને તાવની તકલીફ હતી. હાલ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધ્યાને આવી નથી અને મોરબીમાં વધુ બે કેસ સાથે જીલ્લાનો કુલ આંક 41 પર પહોંચી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details