- મોરબીવાસીઓ માટે રાહતના સમાચાર, ચોમાસા સુધી ચાલે તેટલું પૂરતું પાણી
- ચોમાસું મોડું ચાલુ થાય તો પાણીની સમાસ્યા સર્જાવાની શક્યતા
- નર્મદા કેનાલમાંથી જરૂરિયાત સમયે પાણી મેળવી શકાય
મોરબી: મોરબીના મચ્છુ 2 સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે મચ્છુ 2 ડેમની સ્થિતી અને તેમા રહેલા પાણીના જથ્થાની વાત કરી હતી. તેેમને આવનારા ઉનાળામાં પાણીની કેવી આવક રહેશે તેની પણ શક્યતાઓ જણાવી હતી.
મોરબીના મચ્છુ 2 ડેમમાં ચોમાસા સુધી ચાલશે : સિંચાઈ વિભાગ આ પણ વાંચો : મોરબીનો મચ્છુ 2 ડેમ પુનઃ નિર્માણ પામ્યા બાદ 30 વર્ષમાં 17 વખત ઓવરફલો થયો
670 mcft પાણીના જથ્થાનું રવિ પાક માટે વિતરણ કરાય છે
નાયબ કાર્યપાલક ઈજનેરે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીના મચ્છુ 2 ડેમમાં હાલ 2100 mcft પાણીનો જથ્થો છે. જેમાં સિંચાઇ માટે 670 mcft જથ્થો રવિપાક માટે વિતરણ કરવામાં આવે છે. તેમજ પીવાના પાણીની માગને પગલે નગરપાલિકા અને પાણી પુરવઠાને પ્રતિદિન 7.58 mcft પાણીનો જથ્થો વિતરણ કરવામાં આવતો હોય છે. હાલ ડેમમાં 70 ટકા જળ જથ્થો છે, જે આગામી ચોમાસા સુધી ચાલી જશે. જો ચોમાસું ખેંચાય તો પાણીની તંગી સર્જાઇ શકે છે. જો કે, તેના વિકલ્પરૂપે નર્મદા બ્રાંચ કેનાલમાંથી પાણીનો જથ્થો મેળવી શકાય છે, પરંતુ ચોમાસા સુધી ચાલે તેટલો પૂરતો જથ્થો હોવાનું જણાવ્યું હતું અને કોઈ જળસંકટની સ્થિતિની સંભાવના હાલ જોવા મળતી નથી તેવી પણ માહિતી આપી હતી.
આ પણ વાંચો:મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ઓવરફ્લો