બજેટને સામાન્ય લોકો તેમજ ખેડૂતો માટે ઉદ્યોગપતિઓ સારું ગણાવી રહ્યા છે. કલોક એસો પ્રમુખે જણાવ્યું હતું કે, બજેટ ઓવરઓલ સામાન્ય છે, નાના ઉદ્યોગો મંદીના માહોલમાં જોવા મળી રહ્યા છે, ઘડિયાળ ઉદ્યોગ જે 80 ટકાથી વધુ મહિલા રોજગાર આપે છે, જેમાં GSTના 18 ટકા સ્લેબમાંથી 12 ટકામાં સમાવેશ થાય તેવી માંગ સ્વીકારવામાં આવી નથી.
બજેટ 2020 : મોરબીના ઉદ્યોગપતિઓના પ્રતિભાવ - morbi ceramic news
કેન્દ્ર સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે દેશમાં મંદી અને મોંઘવારીના માહોલમાં ઉદ્યોગોપતિઓમાં રાહતની અપેક્ષા રાખીને બેઠા હતા. મોરબીના વિવિધ વ્યાપારી એસોસીએશનના અગ્રણીઓનો સંપર્ક કરીને તેમનો અભિપ્રાય જાણ્યો ત્યારે બજેટ અંગે મિશ્ર પ્રતિભાવ મળ્યા હતા.
ઉદ્યોગમાં રાહત અપાય તો, મંદીના માહોલમાંથી બહાર આવી શકે જે આ બજેટમાં નથી બન્યું જોકે, ભવિષ્યમાં તેમને રાહત મળશે તેવી આશા પણ વ્યક્ત કરી છે, તો સિરામિક એસોસિએશનના પ્રમુખ નીલેશ જેતપરિયા જણાવે છે કે, મોરબીએ સિરામિકનું હબ છે, તેના માટે દેશ-વિદેશથી લોકો આવે છે, પરંતુ સિરામિક ઉધોગને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાની ખાસ જરૂરિયાત હતી, તે બજેટમાં ફાળવવામાં આવી નથી તેમજ ખેડૂતો અને સામાન્ય વ્યક્તિઓ માટે બજેટના આવકારદાયક ગણાવ્યું હતુ. સામાન્ય લોકોની સમૃદ્ધી વધે ત્યારે તેની ખરીદશક્તિ વધે છે, જેનો ફાયદો આખરે ઉદ્યોગને જ થવાનો છે.