ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની આયુષ હોસ્પિટલને મેડિકલના વેસ્ટ નિકાલ માટે બેદરકારી ભારે પડી, દંડ ફંટકારાયો

હોસ્પિટલમાંથી નીકળતા મેડીકલ વેસ્ટના કચરા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને આ જોખમી કચરો જનઆરોગ્યને નુકસાન ન કરે તેની તકેદારી હોસ્પિટલ તંત્રએ લેવાની હોય છે. ત્યારે મોરબીની આયુષ હોસ્પિટલે આ મામલે બેદરકારી દાખવતા હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે.

Morbi's AYUSH Hospital was fined
મોરબીની આયુષ હોસ્પિટલને મેડિકલ વેસ્ટ નિકાલમાં બેદરકારી ભારે પડી

By

Published : Jun 4, 2020, 9:25 PM IST

મોરબી: હોસ્પિટલમાંથી નીકળતા મેડીકલ વેસ્ટના કચરા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને આ જોખમી કચરો જનઆરોગ્ય ને નુકસાન ન કરે તેની તકેદારી હોસ્પિટલ તંત્રએ લેવાની હોય છે, ત્યારે શહેરની આયુષ હોસ્પિટલે આ મામલે બેદરકારી દાખવતા હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે.

મોરબીની આયુષ હોસ્પિટલને મેડિકલ વેસ્ટ નિકાલમાં બેદરકારી ભારે પડી

આયુષ હોસ્પિટલ દ્વારા મેડીકલ વેસ્ટના નિકાલમાં બેદરકારી દાખવવામાં આવતી હોય, જે બાબતની જાણ તંત્રને થતા નગરપાલિકા કચેરીના કૃષ્ણસિંહ જાડેજા તેમજ જીપીસીબીની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન હોસ્પિટલ નજીકની શેરીમાંથી 50 કિલો મેડીકલ વેસ્ટ મળી આવ્યો હતો.

મેડીકલ વેસ્ટના નિકાલ માટે ચુસ્ત નિયમો હોવા છતાં હોસ્પિટલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી. જેથી આ બાબતે ગંભીરતા દાખવીને નગરપાલિકા તંત્રએ હોસ્પિટલને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, તેમજ આ અંગે જીપીસીબીએ પણ નોટીસ ફટકારી કાર્યવાહી કરી છે.

ABOUT THE AUTHOR

...view details