ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં દૂષિત પાણીના મુદ્દે સ્થાનિકોએ સરઘસ કાઢ્યું, ઢોલ નગારા સાથે પાલિકાએ પહોંચ્યા - gujarat

મોરબીઃ શહેરના વાઘપરા વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાથી અને પાયાના પ્રશ્નોથી પીડિત રહેવાસીઓએ ઢોલ નગારા સાથે સરઘસ કાઢીને કચેરીએ પહોંચ્યા હતા. સ્થાનિકોએ પાલિકા કચેરીએ હંગામો કરી વિરોધ દર્શાવ્યો હતો.

morbi

By

Published : Jul 23, 2019, 7:52 PM IST

પ્રપ્ત માહિતી મુજબ વાઘપરા વિસ્તારની શેરીનં-13માં દૂષિત પાણી એક માસથી આવે છે. તેમજ ગંદકી સહિતના પ્રશ્નો અંગે અનેક રજૂઆતો કરી હોવા છતા કોઇ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો ન હતો. પરિણામે મહિલાઓ અને પુરૂષોનું ટોળુ પાલિકા કચેરીએ પહોંચી ગયું હતું.

જો કે, રાબેતા મુજબ પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર પાલિકા કચેરીએ હાજર ન રહેતા મહિલાઓનું ટોળું વિફર્યું હતું અને ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યા હતા. મહિલાઓ પોતાની સાથે દૂષિત પાણી તંત્રને બતાવવા સાથે લાવ્યા હતા. પરંતુ લત્તાવાસીઓની અરજ સંભાળનાર કોઈ મળ્યું ન હતું. ત્યારે પ્રશ્નનો નિરાકરણ લાવવા માગ કરી હતી અને જો પ્રશ્નો ન ઉકેલાય તો પાલિકા કચેરીએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details