ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના યુવાનો શહીદ પરિવારોને રૂબરૂ મળી સહાય અર્પણ કરશે - gujarati news

મોરબીઃ કાશ્મીરના પુલવામામાં થયેલા શહીદોના પરિવારો માટે મોરબીમાં વિવિધ સંસ્થાઓએ શહીદ પરિવારો માટે આર્થિક ફંડ એકત્ર કર્યા બાદ મોરબીના સેવાભાવી યુવાનો ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં શહીદ પરિવારોના ઘરે જઈને આર્થિક સહાયની રકમ અર્પણ કરશે.

ફાઈલ ફોટો

By

Published : Mar 26, 2019, 3:16 PM IST

મોરબીના સેવાભાવી યુવાન અજયભાઈ લોરિયા સહિતના યુવાનો આગામી તા. 27ના દિવસે ઉતરાખંડ પહોંચીને નવ શહીદ પરિવારોને હાથોહાથ સહાયની રકમ અર્પણ કરશે. તેમજ રાજસ્થાન ખાતે વસતા શહીદોના પરિવારને પણ સહાય અર્પણ કરવામાં આવશે. જેથી જે સંસ્થાઓએ શહીદ પરિવારોને સહાયની રકમ અર્પણ કરી ન હોય તેઓ પણ જોડાઈ શકે છે.

મોરબીમાં લોકડાયરા સહિતના માધ્યમોથી શહીદ પરિવારો માટે લાખોનું ફંડ એકત્ર કરાયું છે, જે રકમ સીધી શહીદ પરિવારોને પહોંચે તેવા પ્રયાસના ભાગરૂપે અજયભાઈ લોરિયાની આગેવાની હેઠળ ટીમ ઉતરાખંડ જશે.

મોરબીમાં પણ જે સંસ્થાઓએફંડ એકત્ર કર્યું હોય, તેને સેવાયાત્રામાં જોડાવવા માટે અપીલ કરાઈ છે. જે સંસ્થાઓ જોડાવવા ઇચ્છતી હોય તેને અજયભાઈ લોરિયાને મોબાઇલ નં. 99134 33333 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યુંછે.

ABOUT THE AUTHOR

...view details