ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની આંગણવાડી કાર્યકરોએ કામ ઉપરાંત માસ્ક બનાવી દેશસેવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું

COVID-19ના ગંભીર સંક્રમણમાં સમગ્ર દેશવાસીઓને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 14 એપ્રિલ 2020ના રોજ ઉદ્બબોધન કર્યું ત્યારે લોકડાઉનમાં લોકોને 7 બાબતોમાં સાથ આપવા જણાવ્યું હતું. જેમાંની એક બાબત હતી ઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ કરવો. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં N95, ત્રિપલ લેયર અને સાદા માસ્કની વિશેષ જરૂરિયાત ઉભી થઇ છે, ત્યારે સંક્રમણથી બચવા બહાર જતી વખતે ઘરે બનાવેલ માસ્ક ઘણા ઉપયોગી થઈ શકે છે.

morbi women make homemade mask
મોરબીની આંગણવાડી કાર્યકરોએ કામ ઉપરાંત માસ્ક બનાવી દેશસેવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું

By

Published : Apr 23, 2020, 7:11 PM IST

મોરબી : COVID-19ના ગંભીર સંક્રમણમાં સમગ્ર દેશવાસીઓને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 14 એપ્રિલ 2020ના રોજ ઉદ્બબોધન કર્યું ત્યારે લોકડાઉનમાં લોકોને 7 બાબતોમાં સાથ આપવા જણાવ્યું હતું. જેમાંની એક બાબત હતી ઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ કરવો. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં N95, ત્રિપલ લેયર અને સાદા માસ્કની વિશેષ જરૂરિયાત ઉભી થઇ છે, ત્યારે સંક્રમણથી બચવા બહાર જતી વખતે ઘરે બનાવેલ માસ્ક ઘણા ઉપયોગી થઈ શકે છે.

લોકડાઉનના આ સમયમાં દરેક વ્યક્તિ પાસે એવી આવડત કે કોઠાસુઝ હોતી નથી કે ઘરે માસ્ક બનાવીને પહેરે. જો કે, મોરબી જિલ્લાની ઘણી માતા યશોદાઓએ (ટેક ટુ હોમ રાશન), હાઉસ ટુ હાઉસ સર્વે રમતગમત ભાગ 1-2, પોર્ટફોલિયો વિતરણની કઠિન કામગીરી સાથે આ દેશસેવાનું ભગીરથ કરી ઉપાડયું છે.


મોરબી ઘટક 2ના ઘુટું સેજાના નીચી માંડલમાં 11 વર્ષથી ફરજ બજાવતા હર્ષાબેન નરશીભાઇ વસીયાણીએ આંગણવાડીના કામકાજ ઉપરાંત પોતાના ગામના લોકોને જાતે માસ્ક બનાવી વિતરણ કર્યું છે. ભરતનગર સેજાના અમરનગરમાં દોઢ વર્ષથી ફરજ બજાવતા પરેચા આશાબેન રમેશભાઈ એ 3થી 6વર્ષના પોતાના વિસ્તારના બાળકોને માસ્ક બનાવી વિતરણ કર્યું છે અને ‘બીજાના ભલામાં આપણું ભલું ‘ એ વાક્યને સાર્થક કર્યું છે.


‘એક માતા સો શિક્ષક ની ગરજ સારે છે‘ આ ઉક્તિને સાર્થક કરતી કામગીરી કરી છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં નેસડા(સુ) આંગણવાડી કેન્દ્રના કાર્યકર કોમલબેન મોહનભાઇ વોરાએ ધોરણ 12 પાસ આ આંગણવાડી કાર્યકર પોતે તો માસ્ક બનાવે જ છે સાથે સાથે પોતાની આસપાસ રહેતી કિશોરીઓને પણ માસ્ક બનાવવા માટે પ્રેરિત કરે છે. અને બધાએ સાથે મળી અત્યાર સુધીમાં 7000 થી 8000 જેટલા માસ્ક બનાવી વિતરણ કરેલ છે. ખરેખર, આફતને અવસરમાં ફેરવનાર આ માતા યશોદાઓ જ દેશના ઉજ્જવળ ભવિષ્યની સાબિતી આપે છે તેમાં કોઈ શંકા નથી.

ABOUT THE AUTHOR

...view details