ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પતિ સાથે પત્નીએ કર્યું એવું કે ખુદ પોલીસ પણ ચોંકી ગઈ - wife harass her husband Morbi

મોરબીમાં પત્નીએ(Morbi Social Media Crime) જ પતિને કર્યો હેરાન. પતિના નામનું સોશિયલ મીડિયામાં આઇડી (Morbi wife harass her husband) બનાવી કરતી હતી બીજી મહિલાને મેસેજ. યુવતીએ કરી પોલીસ (Morbi City A Division Police) ફરિયાદ અને મોરબી સીટીએ ડિવીઝન પોલીસે (Cyber Crime Act 2000) પત્નીનો ભાંડો ફોડયો હતો.

મોરબીમાં પતિ સાથે પત્નીએ કર્યું એવું કે ખુદ પોલીસ પણ ચોંકી ગઈ
મોરબીમાં પતિ સાથે પત્નીએ કર્યું એવું કે ખુદ પોલીસ પણ ચોંકી ગઈ

By

Published : Dec 20, 2022, 7:25 PM IST

મોરબીસોશિયલ મીડિયાનો વ્યાપ વધતા ક્રાઇમનો (Social media crime) વ્યાપ પણ વધ્યો છે. લોકો અવનવા કિમિયા અજમાવીને એવા ગુન્હાઓ આચરે છે, કે જેની કલ્પના પણ કોઈએ ન કરી હોય. ત્યારે આવો જ એક કિસ્સો(Morbi Social Media Crime) મોરબીમાં જોવા મળ્યો છે. જ્યાં માવતરના ઘરે ગયેલી પત્નીએ પતિને બદનામ કરવા તેના નામે ફેક આઇડી બનાવી અન્ય યુવતીને (Morbiwife harass her husband) પરેશાન કરી હતી. જો કે સમગ્ર મામલે યુવકેમોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો (Morbi City A Division Police) સંપર્ક કરતાં પત્નીનો ભાંડો ફૂટ્યો હતો.

પતિના નામનું આઈડી પત્નીએ પતિના નામનું આઈડી બનાવી યુવતી સાથે વાત કરી હતી. મોરબીના મહેન્દ્રપર ખાતે રહેતા ફરિયાદી જીગર ચુનિલાલ રાઠોડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેના લગ્ન તેમની જ્ઞાતિની જ યુવતી હીના સાથે થાય હતા. લગ્નના એક વર્ષ બાદ હિના તેમના સાસરીયા પક્ષના સબંધીના લગ્ન પ્રસંગે ગઈ હતી. અને પરત આવી ન હતી.

મોબાઇલ ફોનનો ઉપયોગજયારે બન્ને સાથે હતા ત્યારે હીના અવાર-નવાર તેના પતિનો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી હતી. એ કાર્ડનું નામ પણ તેના પતિના નામે હતું. એ સમયે જીગરના ફોનમાંથી ઇન્સ્ટાગ્રામમાં એક છોકરીને બિભત્સ મેસેજ થયો હતો.

ફરીયાદ કરી આ અંગે જીગર એટલે કે યુવતિના પતિના વિરૂધ્ધ પાયલ સાવલીયાએ એટલે કે જીગરના ફોનમાંથી તેની પત્નીએ મેસેજ કર્યો હતો તેણે ફરીયાદ કરી હતી. 2020માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં જીગર વિરૂધ્ધ કાર્યવાહી થઈ હતી.જે બાદ જીગર ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતો ન હતો.

વિસાવદ૨ કોર્ટમાં મુદતઆ કેસની મુદત વિસાવદ૨ કોર્ટમાં હતી. જે મુદતમાં જતા ત્યા જીગરને પાયલ સાવલીયાએ કહ્યું કે, તું હજુ પણ મને ઇન્સ્ટાગ્રામ માંથી મેસેજ કરે છે. ત્યારે જીગરે કહ્યું હતું કે 'હું તમને કોઇ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી પર મેસેજ કરતો નથી ત્યારે પાયલ સાવલીયા એ કહેલ કે 'jigar_rathod નામના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી પરથી મેસેજ આવે છે. અને તેમાં જીગરનો ફોટો પણ હોય તેમ બતાવેલ હતો. જેથી જીગર તેના ઘરે આવ્યો અને બીજા દિવસે તેણે તેના નામથી jigar_rathodjigar_rathod નામનુ આઇ.ડી. સર્ચ કરતા આ આઈ ડી મળી આવ્યું હતું. જેથી આ અંગે તપાસ કરતા તેની પત્ની હીના જ જીગરને બદનામ કરવા માટે આવી રમત રમતી હોવાનું સામે આવ્યું હતું.આ મામલે પોલીસે ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 2000ની કલમ 66 ડી મુજબ (Cyber Crime Act 2000)ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details