ગુજરાત

gujarat

ETV Bharat / state

પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કરનાર TMC નેતાને કોર્ટે મુક્ત કર્યા - Morbi bridge collapse

મોરબીમાં ચુંટણી સમયે પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ (TMC leader tweeted against PM Modi) કરવા મામલે પ્રાંત અધિકારીએ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હોય જે ફરિયાદ બાદ પોલીસે તપાસ ચલાવી હતી. જેમાં એક TMC નેતાની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજુ કરતા ટીએમસી નેતાનો જામીન પર છુટકારો થયો છે.

TMC leader tweeted against PM Modi
TMC leader tweeted against PM Modi

By

Published : Dec 9, 2022, 8:52 PM IST

મોરબી: વિધાનસભા મતદાન વિભાગના ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા ચુંટણીના સમય દરમિયાન આચારસંહિતાનું પૂર્ણ પણે પાલન થાય તેની તકેદારી રાખી રહ્યા હતાં. એવા સમયે ડી.ઇ.ઓ ઓફીસમાં ચાલતા સોશિયલ મીડીયા સેલ દ્વારા તેમને જણાવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લા ખાતે ઝૂલતા પુલની (Morbi bridge collapse) સંવેદનશિલ ઘટના બની હતી. આ દુ:ખદ ઘટના અનુસંધાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે પણ આવ્યા હતા. જેને લઈ TMC નેતા સાકેટ ગોખલે દ્વારા વાંધાજનક ટ્વીટ (TMC leader tweeted against PM Modi) કરવામાં આવી હતી. તેની ચુંટણી અધિકારી અને ડી.ઇ.ઓ ઓફીસમાં ચાલતા સોશિયલ મીડીયા સેલ દ્વારા ચલાવી હતી.

આચાર સંહિતા ભંગની ફરિયાદ

વાંધાજનક કન્ટેન્ટ:તેની ચકાસણી કરતા તેમા “Dax Patel” નામના ટ્વીટર આઇ.ડી ધારકે પણ તા.૩૦/૧૧/૨૦૨૨ ના રોજ આ જ વાંધાજનક કન્ટેન્ટને લગતુ લખાણ લખી તેની નીચે કોઇ અખબારનુ કટીંગ પોસ્ટ કર્યું હતુ જેનુ હેડીંગ નિહાળતા “નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ ૩૦ કરોડનો ખર્ચ RTI માં ખુલાસો” તેવુ લખાણ લખેલ પેપર કટીંગસાથેનુ ટવીટ કરવામાં આવેલ હતુ. પરંતુ આ પ્રકારની કોઇ RTIની માહીતી મોરબી કલેકટર ઓફીસ ખાતેથી આપવામાં આવેલ ન હોય. જેથી આરોપી દક્ષ પટેલ અને સાકેત ગોખલે દ્વારા મોરબીની ગોઝારી દુર્ઘટના વખતે જ્યારે નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે આવ્યા હતાં. એ સમયની મુલાકાત વિશે ખોટી માહીતી આપતી ટ્વીટ પોસ્ટ કરવામાં આવી હતી અને આદર્શ આચાર સંહિતા અમલમાં હોવા છતા ચુંટણી અનવ્યે વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટ તેમજ તિરસ્કારની ભાવના ઉત્પન થાય તે હેતુથી ખોટી માહીતી આપવામાં આવી હોવાનું આ ટ્વીટથી સામે આવ્યું હતું.

આચારસંહિતાના ભંગ:જેને પગલે ચુંટણી અધિકારીએ મોરબી સીટી બી ડીવી. પોલીસ મથકમાં બંને વિરુદ્ધ આચારસંહિતાના ભંગ બદલ લોકપ્રતિનીધીત્વ એકટ ૧૯૫૧ ની કલમ ૧૨૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ટીએમસી નેતા સાકેત ગોખલેની ગુજરાત એટીએસ ટીમે ધરપકડ કરી હોય જ્યાંથી આરોપીનો કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યો છે અને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હોય જેમાં મોરબી કોર્ટે ટીએમસી નેતાને જામીન આપ્યા છે તુણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેને મોરબી કોર્ટમાં રજુ કરતા મોરબી કોર્ટે રૂ ૧૫ હજારના બોન્ડ પર જામીન પર છોડવા હુકમ કર્યો હતો લોકપ્રતિનિધિત્વ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યા બાદ આરોપીને કોર્ટમાં રજુ કર્યો હતો જોકે કોર્ટે જામીન મંજુર કરતા આરોપીને રાહત મળી છે.

ટીએમસી પ્રવક્તાએ નરેન્દ્ર મોદી પર સવાલ કર્યો :મોરબી કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ટીએમસી પ્રવક્તાએ ભાજપ અને મોદી સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે આ ગંદી રાજનીતિનું ઉદાહરણ છે અન્યએ કરેલ ટ્વીટ શેર કરવા બદલ તેની અમદાવાદ પોલીસે જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી છે તેઓ કાર્ડિયાડ દર્દી હોવા છતાં આતંકવાદી કરતા ખરાબ રીતે તેને ટ્રીટ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી જામીન મળ્યા તો મોરબી પોલીસ આવીને ઉભી હતી જેને ટ્વીટ કરવાના કેસમાં ધરપકડ કરી હતી છેલ્લા ૭-૮ વર્ષથી આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ગુજરાત અને યુપી મોડેલ ચાલે છે જેમાં એક એફઆઈઆર કરાય અને જમાનત મળે ત્યારે બીજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય છે અને આ પ્રક્રિયા સજારૂપ બની રહે છે.

તેઓ ડરવાના નથીઅને તેમની લડવાની હિમત વધતી રહેશે તેઓ ૨ ગણા નહિ પરંતુ ૧૦ ગણી તાકાતથી લડત આપશે તેઓએ જણાવ્યું હતું કે પોલીસથી કોઈ ફરિયાદ નથી તે પોતાની કામગીરી કરે છે તેને આદેશ કોણ આપે છે તે મહત્વનું છે મોરબીમાં પુલ તૂટી પડ્યો તે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ એફઆઈઆરમાં નથી અને તેની ધરપકડ કરી નથી જયારે મોરબી ઘટના પર ટ્વીટ કરતા તેમની ધરપકડ કરી છે ૧૩૫ લોકોના મોત થયા તેને ૪-૪ લાખ આપી અપમાન કર્યું છે પીએમને પોતાની ઈમેજ અને પ્રચારમાં જ રસ છે તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details