મોરબીના રિક્ષા ચાલકની દિકરી SSC બોર્ડમાં A1ગ્રેડ સાથે ઉત્તીર્ણ - Gujarat
મોરબીઃ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં મોરબી જિલ્લાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો દ્વિતિય સ્થાને રહ્યો છે. તો મોરબી જિલ્લામાં કુલ 160 વિદ્યાર્થીઓ A1ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.
mrb
મોરબીમાં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની દીકરીએ ઝળહળતી સફળતા મેળવી છે. મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અભ્યાસ કરતી મુઠીયા નિકિતા ભરતભાઈ નામની વિદ્યાર્થીનીએ ધોરણ-10માં 96.17% અને 99.98 PR મેળવ્યા છે. ત્યારે પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે. ઝળહળતી સિદ્ધિનો શ્રેય નિકિતા તેના માતા-પિતા અને સાર્થક વિદ્યામંદિર શાળાને આપે છે. શાળાના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને મહેનત થકી તેને આ મુકામ હાંસલ કર્યાંનું જણાવ્યું હતું.