ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી સમાજ સુરક્ષા ટીમે વધુ એક બાળ લગ્ન અટકાવ્યા - gujarat

મોરબીઃ શહેર અને જિલ્લામાં બાળ લગ્નના દુષણને ડામવા માટે સમાજ સુરક્ષા ટીમ સતત દોડધામ કરી રહી છે અને વધુ એક બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે. મોરબીમાં લગ્નની સીઝન દરમિયાન અનેક બાળ લગ્ન અટકાવ્યા બાદ હજુ પણ સમાજ સુરક્ષા ટીમનું અભિયાન ચાલી રહ્યું છે જેમાં વધુ એક બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે.

મોરબી સમાજ સુરક્ષા ટીમે વધુ એક બાળ લગ્ન અટકાવ્યા

By

Published : Jun 20, 2019, 1:28 PM IST

મોરબી શહેરમાં એક પરિવારમાં લગ્નનું આયોજન કરાયું હોય જે બાળ લગ્ન હોવાની માહિતી મળતા ઘર પર તપાસ કરતા પુત્રની ઉંમરની સ્થળ પર ખરાઈ કરતા તેની કાનૂની મર્યાદા કરતા ઓછી હોય, જેથી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. મોરબી સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, બાળ સુરક્ષા એકમના રંજનબેન મકવાણા, સમીરભાઈ લધડ સમાજ સુરક્ષા ટીમ તથા બી ડિવિઝન પોલીસને સાથે રાખી આ બાળ લગ્ન અટકાવાયા હતા અને વાલીને બાળ લગ્ન અંગે કાયદાની સમજ આપવામાં આવી હતી
.

ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જિલ્લામાં બાળ લગ્નનું દુષણ જોવા મળે છે ત્યારે સમાજ સુરક્ષા ટીમ અને બાળ લગ્ન પ્રતિબંધક ટીમ પણ સતત કાર્યરત રહીને બાળ લગ્ન થતા હોય ત્યાં પહોંચીને બાળ લગ્ન અટકાવવાની કામગીરી કરી રહી છે

.

ABOUT THE AUTHOR

...view details