બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઢુવા પાસેના નિટકો સિરામિકમાં કામ કરતા રીધીશકુમાર કનૈયાલાલ મોદી ૩૫ વર્ષીય વાળાએ એક 5 વર્ષના બાળકને પોલીસ મથકે લાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ બાળક બિનવારસી હાલતમાં કારખાના પાસેથી મળી આવ્યું હતું.
વાંકાનેર પોલીસે મુક બધિર બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન - Etv bharat news
મોરબી: જિલ્લાના વાંકાનેર તાલુકામાં મુક બધીર બાળક મળી આવ્યું હતું. કંઇ બોલી ન શકવાના કારણે તે પરિવારથી વિખુટી પડી જતા પોલીસે તેનો પરિવાર સાથે ભેટો કરાવવા ભારે મથામણ કરી હતી. આખરે પરિવારને શોધીને બાળકનું પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું હતું.
બાળકને મોરબી મુકામે મેરી બ્રીટો મિશનરી ઓફ ચેરીટી સંસ્થાના સરદાર બાગ ખાતે મોકલવામાં આવ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા PSI એસ.એ. ગોહિલના માર્ગદર્શન હેઠળ સુરેશ રામભાઈ ચાવડા, અશ્વિનભાઈ મનસુખભાઈ ઝાંપડીયા સહિતના સ્ટાફે સોશિયલ મીડિયા મારફતે વાલી વારસની શોધખોળ કરી હતી.
જેમાં બાળકના પિતા હાબુભાઈ શિરદારભાઈ આદિવાસી સિરામિક ફેક્ટરીમાં મૂળ એમપી વાળાનું બાળક હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ બાળક મૂક બધિર હોવાનું જણાવતા બાળકનો ફોટો બતાવતા પિતાએ ઓળખ કરી હતી. બાળકનો કબ્જો પિતાને સોંપ્યો હતો અને માતાપિતા સાથે બાળકનું મિલન કરાવ્યું હતું. ત્યારે પરિવારે વાકાંનેર પોલીસનો આભાર માન્યો હતો.