મોરબીઃ મોરબી નગરપાલિકા વિસ્તારની મિલકતોનો વેરો ન ભરનારા લોકોની ઊંઘ ઉડાવવા મોરબી નગરપાલિકાએ પગલાં લીધાં છે. મોરબી નગરપાિક હદમાં રુપિયા એક લાખ (Notice to pay tax 2022) સુધીનો વેરો ન ભરનાર 22 આસામીઓને નોટિસ (Morbi Municipality Tax Notice) ફટકારવામાં આવી છે. આગામી સમયમાં વધુ કડક પગલાં ભરવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.
વેરો ન ભરનારના નામો હોડીંગ્સમાં મુકાશે
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું છે કે પાલિકાની વેરા વસુલાતની આવક ઘટી જવા પામી છે. બીજી તરફ પાલિકા દ્વારા વિવિધ વિકાસ કામો થઇ રહ્યા છે. જેથી વિકાસ કાર્યોમાં અવરોધ પેદા થઇ રહ્યા છે. જેથી વેરો ન ભરનાર આસામીઓ વિરુદ્ધ પાલિકા તંત્રએ કાર્યવાહી શરુ કરી છે. તેવા લોકોના નામો હોડીંગ્સમાં (Morbi Municipality Tax Notice)દર્શાવવામાં આવશે.