- મોરબી નગરપાલિકાની તમામ ૫૨ બેઠકો ભાજપ પાસે
- સત્તાના સૂત્રો સંભાળતાં નવા પ્રમુખ-ઉપપ્રમુખ
- મોરબી નગરપાલિકામાં આજથી નવી બોડીનું શાસન
મોરબીઃ મોરબી નગરપાલિકામાં વિપક્ષનું નામોનિશાન રહ્યું નથી. આજે મોરબી પાલિકાના પ્રમુખ તરીકે ભાજપે સતવારા સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. સતવારા સમાજમાંથી આવતાં કુસુમબેન પરમારની પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. જયારે ઉપપ્રમુખ પદે જયરાજસિંહ જાડેજાને કમાન સોપવામાં આવી છે. ગત ટર્મમાં ભાજપે ગુમાવેલી સત્તા પરત આપતાં મતદારોએ તમામ ૫૨ બેઠકો ભાજપને આપી છે ત્યારે સ્વાભાવિક નાગરિકોની અપેક્ષા પણ વધી જશે. ભાજપની નવી બોડી નાગરિકોની આકાંક્ષાઓ સંતોષી શકે છે કે નહીં તે આગામી સમયમાં નક્કી થશે. ભાજપ દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે અને નવી બોડીનું શાસન શરુ થઇ ચૂક્યું છે.
આ પણ વાંચોઃ મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છ સંસ્થાઓને રેટિંગ આપી પ્રમાણપત્ર અર્પણ કરાયા