ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી કોંગ્રેસ પાલિકાના શાસનથી પ્રજા ત્રાહિમામ, પ્રદેશ કોંગ્રેસને રજૂઆત - કોંગ્રેસ પાલિકાના શાસનથી પ્રજા ત્રાહિમામ

મોરબીઃ જિલ્લા નગરપાલિકાના સત્તારૂઢ કોંગ્રેસના સત્તાધીશોના બેજવાબદારીભર્યા વલણને પગલે કોંગ્રેસ પક્ષને ભારે નુકશાન થઇ રહ્યું છે અને પાલિકામાં કોંગ્રેસ પ્રમુખ અને બોડી પણ કોંગ્રેસની હોય છતાં પ્રજાહિતના કાર્યો થતા નથી. જેથી પક્ષને થતા નુકશાન અંગે સ્થાનિક આગેવાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો છે.

મોરબી કોંગ્રેસ પાલિકાના શાસનથી પ્રજા ત્રાહિમામ, પ્રદેશ કોંગ્રેસને રજૂઆત

By

Published : Sep 9, 2019, 6:16 AM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. સુધરાઈ બોડી પણ કોંગ્રેસના સદસ્યોની છે જોકે મોરબી નગરપાલિકામાં પક્ષને ભારે બહુમતી મળવા છતાં તબક્કાવાર પ્રજા સેવાને બાજુ મુકીને પક્ષને રાજકીય નુકશાન થાય તેવી રીતે શાસન થઇ રહ્યું છે. શહેરમાં તમામ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાય છે રહીશોના ઘરમાં ગંદા પાણી ઘૂસે છે રોડ રસ્તા બિસ્માર છે અને રોડ પર ખાડા જોવા મળે છે. હાલ વરસાદની મોસમમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અનેક વિસ્તારના રહીશો પાલિકા કચેરીએ હલ્લાબોલ કરે છે ત્યારે શાસન સંભાળનાર પ્રમુખ કે અન્ય ચેરમેનો મળતા નથી સુધરાઈમાં કાયમી ચીફ ઓફિસર નથી અને સ્થાનિક જવાબદાર અધિકારીઓ અરજદારને સંભાળતા નથી પ્રજામાં કોંગ્રેસ શાસનમાં લોકોને આટલી સમસ્યા છે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે

મોરબી કોંગ્રેસ પાલિકાના શાસનથી પ્રજા ત્રાહિમામ, પ્રદેશ કોંગ્રેસને રજૂઆત

જેથી પક્ષને બદનામ કરીને ભવિષ્યમાં સત્તા પર ના આવી તેવા પ્રયાસ થાય છે, સુધરાઈ કોંગ્રેસની છે પરંતુ શહેરના ગટર, પાણી અને સફાઈના કોન્ટ્રાકટના કામો ભાજપના સુધરાઈ સભ્ય અને તેના સમર્થકો કરે છે. જેનું રીમોટ કંટ્રોલ ભાજપ આગેવાનો પાસે છે. જેથી પક્ષને નુકશાન થઇ રહ્યું છે, મોરબીમાં ધારાસભ્ય આપણા પક્ષના છે અને જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પણ આપણી છે. ત્યારે પ્રજા હિતના કાર્યો થાય અને પક્ષને થતું નુકશાન રોકવા જરૂરી પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details