પ્રથમ બનાવમાં મોરબી જિલ્લા પોલીસ ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી મકરસંક્રાંતિનો તહેવાર શંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે મોરબી LCBVની ટીમને મળેલ માર્ગદર્શન હેઠળ LCB,PI વી.બી.જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન જયવંતસિંહ ગોહિલ અને ભરતભાઈ મિયાત્રાએ મળેલ બાતમીના આધારે આરોપીની સ્વીફટ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-108, સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા 4,00,000 અને મોબાઈલ નંગ-5 કિંમત રૂપિયા.21,000 એમ કુલ મુદામાલ કિંમત રૂપિયા.4.53,000 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી LCB ટીમ હરકતમાં 2 અલગ અલગ સ્થળે દારૂના દરોડા, 468 બોટલ જપ્ત - મોરબી સમાચાર
મોરબી: મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને મોરબી LCBની ટીમે મોરબી તાલુકાના પીપળી ગામની સીમ અને હળવદના મિયાણી ગામની સીમમાં દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી LCB ટીમના બે અલગ અલગ સ્થળે દારૂના દરોડા,468 બોટલ જપ્ત
બાવળના ઝુંડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-360 કીમત રૂ.1,08,000 જપ્ત કરી આરોપી વિજયભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી LCBની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.