મોરબીઃ જનજાગૃતિનો સંદેશ માટે ફિલ્મમાં કમલ નાયક, પિયુષ પટેલ, રાજેશ લીંબાસીયા, રિંકુ પંચાલ સહિત કલાકારો તેના કલાના કામણ પાથરી કોરોના સામે લડવા લોક જાગૃતિનો સંદેશ આપ્યો છે. આપણા પરિવાર અને લોકોના હિતમાં આ ફિલ્મ માણવી જરૂરી છે.
યુવા રાઈટર દ્વારા “કોરોના સે ડરોના” હિન્દી ટેલીફિલ્મ દ્વારા લોકોને જગ જાગૃતિનો સંદેશ - create film on corona
વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આપણા દેશમાં સરકાર દ્વારા પણ પ્રજાને કોરોના વાઇરસથી બચાવવા લોકડાઉન સહિતના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે મોરબીના યુવા રાઈટર અને ડાયરેક્ટર રાજેશભાઈ કુકરવાડીયાએ લોકોને કલાના માધ્યમથી હિન્દી ટેલીફિલ્મ ‘કોરોના સે ડરોના’નું નિર્માણ કરી આ ફિલ્મ દ્વારા તેને જન જાગૃતિનું રાષ્ટ્રીય અભિયાન ચલાવી લોકોને કોરોના બીમારીના ડર અને ભયને કાઢીને તેની સામે જાગૃત બની લડવા જન જાગૃતિનો સંદેશ પાઠવ્યો છે.
યુવા રાઈટર દ્વારા “કોરોના સે ડરોના” હિન્દી ટેલીફિલ્મ દ્વારા લોકોને જગ જાગૃતિનો સંદેશ
આ ફિલ્મના ડાયરેક્ટર અને લેખક મોરબીના ધ્રુવનગર ગામના રાજેશભાઈ કુકરવાડીયા (વ્યાસ)ને મોરબીના સામાજિક-રાજકીય આગેવાનો, શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓ સહિતના તમામ ફિલ્મની સફળતાની શુભકામના પાઠવી રાજેશભાઈ વ્યાસને અભિનંદન પાઠવ્યા છે.