મોરબી નગરપાલિકાના કર્મચારીઓએ બુધવારના રોજ પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, રોજમદાર કર્મચારીઓ છેલ્લા ૧૮થી ૨૦ વર્ષથી રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ૨૩૦ રૂમાં ફરજ બજાવતા ગત વર્ષે ૩૩૦ લેખે રોજમદાર તરીકે ફરજ પર ચડ્યા હતા અને બાહેંધરી આપવામાં આવી હતી કે અકસ્માત વીમો, પીએફ અને ખાતા નંબર આપવામાં આવશે પરંતુ કોઈ સુવિધા મળી નથી તેમજ સમયસર પગાર મળતો નથી.
મોરબીમાં કરાર પ્રથા બંધ કરી કાયમી કરવાની માંગ સાથે આવેદન - muncipal
મોરબીઃ શહેરની નગરપાલિકામાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ બુધવારના રોજ ચીફ ઓફિસરને લેખિત આવેદન પાઠવીને કરાર પ્રથા બંધ કરીને કાયમી કરવા સહિતની માંગ કરી હતી.
morbi muncipal
કર્મચારીઓએ માંગ કરી છે કે કરાર પ્રથા બંધ કરવામાં આવે, કર્મચારીઓને કાયમી કરવામાં આવે, વારસદાર પ્રથા લાગુ કરો, નવી ભરતી કરવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી છે.