મોરબીથી 20 કિમી દુર આવેલા પીપળીયા ગામના રહેવાસી મુછ્ડીયા કાંતિલાલ અરજણભાઈએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી છે અને તેઓ આગામી તારીખ 28ના રોજ જીવતા સમાધિ લેશે તેવું મન બનાવી લીધું છે, ત્યારે કાંતિલાલ મુછ્ડીયા સાથે વાતચીત કરતા તેઓ જણાવે છે કે તેને કુતરું કરડ્યું હોય અને કોઈ તેના દર્દને મટાડી નહોતું શક્યું, ત્યારે જાદુધઈ (આમરણ) ગામે 450 વર્ષ પહેલા થઇ ગયેલા નવઘણદાદાએ તેને સાજો કર્યો હતો અને નવઘણ દાદા તેને સપનામાં આવીને મારા ધર્મના રસ્તે ચાલીશ તો તને જીવાડીશ નહીતર તને મારી નાખીશ તેવું કહેતા તેને જીવતા સમાધિ લેવાનો નિર્ધાર કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.
આ મુદ્દે નાયબ કલેક્ટરે કંઈક આવું કહ્યું ગામમાં વસતા આધેડ જીવતા સમાધિ લેવાના છે તેવી જાહેરાત વાયુવેગે પ્રસરી હતી અને આ વાત ગામના સરપંચ સુધી પણ પહોંચી હતી, જેથી ગામના સરપંચ અલ્પેશભાઈ કોઠીયા કાંતિલાલ મુછ્ડીયાને મળ્યા હતા. જીવતા સમાધિ ન લેવા માટે સમજાવવા પ્રયાસ કર્યા હતા, જો કે કાંતિલાલ કોઈની વાત માનવા કે સાંભળવા તૈયાર જ ન હોય અને જીવતા સમાધિ લેવાના પોતાના નિર્ણય પર અડગ હોવાનું જણાવી દીધું હતું, તો આધેડના જીવતા સમાધિ લેવાના નિર્ણય પર પરિવાર પણ ખુશ નથી,
આ મુદ્દે પોલીસે કંઈક આવું કહ્યું કાંતિલાલના પુત્ર સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જીવતા સમાધિ લેવાનું જયારે પરિવારને જણાવ્યું ત્યારે પરિવારને આંચકો લાગ્યો હતો અને પરિવારના તમામ સભ્યો તેમને સમજાવવા પૂરતા પ્રયત્નો કર્યા હતા. જોકે તેઓ કોઈનું સાંભળવા તૈયાર નથી અને પોતે તારીખ 28ના રોજ સમાધિ લેશે જ તેવો હઠાગ્રહ પકડ્યો હોવાનું જણાવ્યું હતું.
મોરબીના પીપળીયા ગામના આધેડની જીવતા સમાધિ લેવાની જાહેરાતથી હડકંપ આમ, જીવતા સમાધિ લેવા માટે કાંતિલાલ મુછ્ડીયા પોતાનો તર્ક આપી રહ્યા છે. જો કે, તેમનું આ પગલું ગેરકાયદેસર પણ કહી શકાય. અંધશ્રદ્ધાથી પ્રેરાઈને તેઓ જીવતા સમાધિ લેવા માગે છે. જે માટે કાયદો પણ મંજુરી નથી આપતો, જેને પગલે ગામના સરપંચે સમજાવવાના પ્રયાસો કર્યા છતાં પરિણામ ના આવતા આખરે આ અંગે પોલીસને જાણ કરી દીધી છે, જેથી પોલીસ પણ હવે સતર્ક બની છે અને કોઈ અનિચ્છનીય પગલું ન ભરે તે માટે ચાપતી નજર રાખવામાં આવી રહી છે.
કાંતિભાઈ મૂછડીયા 28 તારીખના રોજ સમાધિ લેવાના હતા. જેથી તંત્ર એલર્ટ થઇ ગયું હતું. ઉપરાંત તેમને આ પગલું ભરવાથી અટકાવવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક ટીમ પણ બનાવવામાં આવી છે.