ગુજરાત

gujarat

By

Published : May 11, 2019, 8:05 PM IST

ETV Bharat / state

મોરબીમાં કેરોસીન ભરેલું ટેન્કર પલટ્યું, અડધો કલાક સુધી ડ્રાઇવર નીચે જ ન ઉતર્યો

મોરબી: જિલ્લામાં મોરબી-રાજકોટ હાઇ-વે પરથી પસાર થતા કેરોસીન ભરેલા ટેન્કરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કેરોસીન ટેન્કર પલટી ગયું હતું. જો કે, હાલ હાઇ-વે પર કામ ચાલી રહ્યું હોય સામાનની ઓથે ટેન્કર લટકી ગયું હતું.

tanker accident

મળતી વિગત મુજબ, રાજકોટ મોરબી હાઇ-વે પર શનિવારના રોજ સાંજના સમયે રાજકોટથી કેરોસીન ભરીને આવતું GJ 03 at 3425 નંબરનું ટેન્કર હાઈ-વેની સાઈડમાં ખાડામાં ઉતરી ગયું હતું. તેમજ ટેન્કર ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડથી નીચે ઉતરી ગયું હતું.

હાઈ-વે નિર્માણ માટેનો સામાન પડ્યો હોય જેની ઓથે ટેન્કર લટકતું રહી ગયું હતું. બનાવને પગલે લોકોના ટોળે-ટોળા એકત્ર થઇ ગયા હતા પરંતુ ડ્રાઈવર ટ્રકની અંદર જ બેઠો હતો કે કોઈ કારણસર નીચે ન ઊતર્યો હતો. જેથી એકત્ર થયેલા લોકોએ તેને સમજાવી નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અડધી કલાક જેટલો સમય વિત્યો હોવા છતાં ડ્રાઇવર નીચે ઉતર્યો નહોતો, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.

ABOUT THE AUTHOR

...view details