ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના વાંકાનેર નજીક પતિનો પત્ની પર હુમલો, કેસ કર્યાનું વૈમન્સ્ય રાખી કર્યો હુમલો - Husband

મોરબીઃ જિલ્લાના વાકાનેર નજીક પતિ અને તેના ચાર મિત્રોએ પત્ની પર હુમલો કરી પત્નીને ઇજા પહોચાડી હતી. પત્નીએ પતિ પાસે ભરણ-પોષણ બાબતોનો કેસ કર્યો હતો, જેનું વૈમન્સ્ય રાખીને પત્ની પર પતિ અને તેના ચાર મિત્રોએ હુમલો કર્યો હતો. પત્નીએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ખાનગી કાર

By

Published : May 18, 2019, 10:50 PM IST

અમદાવાદની રહેવાસી પુજા ઉર્ફે ગુડ્ડી શીશીલ વસિયાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 20/01/2019ના રોજ વાંકાનેર તાલુકાના લુણસર ગામના રહેવાસી શીશીલ જીતેન્દ્ર વસીયાણી સાથે તેના લગ્ન થયા હતા અને તેના મોટા સસરા નરભેરામ વાઘજીભાઈ વસીયાણીએ ફરિયાદી મહિલા તથા તેના પિતા સામે છેતરપીંડીનો કેસ કર્યો હતો. જેમાં તે જામીન પર છૂટી હતી, તેના પપ્પા જેલમાં હતા જેમના જામીન માટે તે માતા હંસા અને ડ્રાઈવર ગીરીશ સુરેશ પટેલ સાથે પોતાની કારમાં વાંકાનેર કોર્ટ આવી હતી.

સાંજના સમયે પરત ફરતી વેળાએ ઢુવા નજીક ગ્રે કલરની વર્ના કારે તેને આંતરીને કારમાંથી તેના પતિ શીશીલ જીતેન્દ્ર વસિયાણી, દિયર મિલન જીતેન્દ્ર વસિયાણી, અશોક મેરજા અને શૈલેશ મેરજા એમ 4 શખ્સોએ ફરિયાદીના માતા હંસાબેન અને ડ્રાઈવરને માર મારી ધમકી આપી હતી. તેમજ ફરિયાદીને પાઈપ વડે માર મારીને ઇજા પહોંચાડીને આરોપીઓ નાસી ગયા હતા. તેમજ કારમાં રાખેલ મોબાઈલ અને 50,000 પણ ગાયબ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પતિ સહિતનાઓએ કેમ કર્યો હુમલો ?

પરિણીતાએ ફરિયાદમાં ઝઘડાનું કારણ જણાવ્યું કે, તેના પતિ અને સગાઓએ પરિણીતા વિરુદ્ધ છેતરપીંડીનો ખોટો કેસ કર્યો હતો, જેમાં જામીન મળી ગયા હતા. તેમજ પરિણીતાએ વધુમાં જણાવ્યું કે, તેણે અમદાવાદમાં શારીરિક માનસિક દુ:ખ-ત્રાસ અંગે તેમજ દહેજ ઓલવી જવાની ફરીયાદ કરી હતી. તેના સાસરીવાળાને તે ના ગમતું હોવાથી અગાઉ તેમણે વાંકાનેર કોર્ટમાં માથાકૂટ કરી હતી અને બાદમાં મોરબી તરફ જતા ગાડી ઉભી રખાવી માથાકૂટ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details