મોરબીમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે સારો વરસાદ પડ્યો - Vayu cyclone
મોરબીઃ 'વાયુ' વાવાઝોડું ઓમાનથી યુ ટર્ન લઈ કચ્છ તરફ વળ્યું હતું, જેના લીધે કચ્છ અને મોરબી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવનાઓ વર્તાઈ રહી હતી. જેના લીધે છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું.
મોરબી
સોમવારે મોડી રાત્રે સારો વરસાદ થયો હતો અને બુધવારે સવારે પણ વાદળછાંયા વાતાવરણ વચ્ચે સારો વરસાદ જોવા મળ્યો હતો. જેથી લોકોને ગરમીમાં તો રાહત મળી હતી, પરંતુ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા.