- માળિયા ફાટક પર ઓવરબ્રિજનું રિપેરિંગ કામ શરૂ
- આગામી ત્રણ મહિના સુધી ચાલશે રિપેરીંગ કામ
- ઓવરબ્રિજ બંધ રહેતા પોલીસ કાફલો ટ્રાફિક વ્યવસ્થામાં જોડાયો
- શહેરીજનોને મુશ્કેલીના પડે તે માટે પોલીસ વ્યસ્વ્થા સંભાળશે
મોરબીઃ મોરબીની માળિયા ફાટકના ઓવરબ્રિજનું રિપેરીંગ કામ શરૂ થઈ ગયું છે. આ કામ આગામી ત્રણ મહિના સુધી ચાલશે. જોકે, આના કારણ ટ્રાફિકજામ ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવાઈ છે. ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થામાં લાલપર તરફ જવા માટે નટરાજ ફાટકથી સો ઓરડીથી કુબેર સિનેમા તરફ તથા નટરાજ ફાટકથી નઝરબાગ થઈને લાલપર તરફ જઈ શકાશે. જ્યારે માળિયા તરફ જવા માટે નવલખી ફાટકથી આરટીઓ બ્રીજ તરફ તથા વિસીપરા થઈને અમરેલી ગામથી રવિરાજ ચોકડી તરફ તેમ જ નટરાજ ફાટકથી વેજિટેબલ રોડથી ધરમપુર ગામ થઈને રવિરાજ ચોકડી તરફ જઈ શકાશે.
ઓવરબ્રિજ બંધ રહેતા પોલીસ કાફલો ટ્રાફિક વ્યવસ્થામાં જોડાયો