12th Science Result: 84.2 ટકા પરિણામ સાથે મોરબી રાજ્યમાં ત્રીજા સ્થાને - ravi motvani
મોરબીઃ જિલ્લામાં રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનુ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનો ડંકો વાગ્યો છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો 84.2 ટકા સાથે ત્રીજા સ્થાને રહ્યો છે. જેમાં મોરબી કેન્દ્રનું 81.44% વાંકાનેર કેન્દ્રનું 84.10 ટકા અને હળવદ કેન્દ્રનું 91.13% જેટલું ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયું છે. ત્યારે મોરબી જીલ્લાનું કુલ પરિણામ 84.2 ટકા સાથે સમગ્ર રાજ્યમાં રાજકોટ અને બોટાદ જિલ્લા બાદ ત્રીજું સ્થાન મોરબી જિલ્લા એ પ્રાપ્ત કર્યું છે.
મોરબી જિલ્લામાં રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનુ આજે જાહેર કરાયેલ પરિણામમાં મોરબી જિલ્લામાં A ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થી ગૌતમ માખીજા તે વેપારી પુત્ર છે. જેને 99.98 PR પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. અને ગૌતમ માખીજાને આગળ અભ્યાસ કરીને સોફ્ટવેર એન્જિનિયર બનવાનું સ્વપ્ન છે. જ્યારે મોરબી જિલ્લામાં B ગ્રુપના ફર્સ્ટ વિદ્યાર્થી મીત સદાતિયા 99.96 PR પ્રાપ્ત કર્યા છે. ત્યારે શિક્ષકે પોતાના પુત્ર મિત સદાતીયા ને ન્યુરોસર્જન બનવાનું છે. તેમ જણાવ્યું હતુ.