મોરબીમોરબી શહેરના વેજીટેબલ રોડ પર ભીમસર જવાના રસ્તા પાસે બે મુસ્લિમ પરિવારો વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી. જે થયા બાદ બઘડાટી બોલી ગઈ હતી. બંને પક્ષે સામસામે મારામારી કરવાની અને ધમકી આપ્યા અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એવો એક બનાવ કવાડિયામાં પણ નોંધાયો હતો.
ઝઘડાનું મૂળ ક્યાં હતું મોરબીના વેજીટેબલ રોડ પર બે પરિવારો વચ્ચે બઘડાટીના આ મામલામાં ઝઘડાનું મૂળ ક્યાં છે તે જોઇએ. મોરબીના વેજીટેબલ રોડ પર રહેતા હનીફ હબીબ જામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હાજી સીદીક ખોળે અમારા વિષે ખોટી વાત કરો છો કહીને ફરિયાદીના ભાઈઓ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં આરોપીઓ હાજી સીદીક ખોળ, હાજરાબેન હાજી ખોળ, અસ્લમ હાજી ખોળ, શાહરૂખ હાજી ખોળ, અલ્તાફ હાજી ખોળ, હાજીનો સાલો રફીક, અનીશ હુશેન સંધી, રિયાજ ગુલામ જેડા, સાહિલ અસગર જેડા અને બીજા બે અજાણ્યા ઈસમો રહે બધા મોરબી વાળાએ હાથમાં કુહાડી, પાઈપ ધોકા સાથે આવીને ફરિયાદી હનીફને માર મારી ઈજા કરી હતી. તેમજ વલીમામદને કુહાડી મારીને ઈજા કરી હનીફભાઈ જામેે એકટીવામાં તોડફોડ કરી નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો Morbi : વ્યાજખોરીના ભડકાને બાળવા પોલીસની જનસંપર્ક સભા, 18 નાગરિકોએ કરી રજૂઆત
સામા પક્ષની ફરિયાદતો આ મામલાના સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે હાજરાબેન ખોળ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. તેમણે ફરિયાદ કરી છે કે આરોપીઓ વલીમામદ હબીબ જામ, સલીમ હબીબ જામ, હનીફ હબીબ જામ રહે બધા ઉમા ટાઉનશીપ સામે વેજીટેબલ રોડ મોરબી ૨ વાળાએ ફરિયાદી હાજરાબેનના ઘર પાસે આવી તેના પતિ હાજીભાઇ સાથે ગાળાગાળી કરી અને ઝપાઝપી કરી ઢીકા પાટું માર માર્યો હતો. આરોપી વલીમામદ હાજીભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી હાજરાબેન અને હવાબેન છૂટા પડાવવા વચ્ચે પડતા વલીમામદ નામના ઇસમે તેના હાથમાં રહેલ લાકડી વડે માર મારી ઈજા કરી હતી. મોરબી સિટી બી ડીવીઝન પોલીસ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવાઇ છે.