મોરબીઃ મોરબીમાં બ્રીજ દુર્ઘટનાને લઈને તપાસ કરનારી કમિટી એક મોટી ચોખવટ કરી દીધી છે. આ વાત સામે આવતા જ મંજૂરી અને તંત્ર સામે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જોકે, નગરપાલિકાએ કોઈ પ્રકારની સ્પષ્ટતા કર્યા વગર આ મામલે મૌન સેવી લીધું હોય એવું લાગી રહ્યું છે. તપાસમાંથી સામે આવ્યું છે કે, વેલ્ડિંગમાં ખામીને કારણે સસ્પેન્શન તૂટી પડ્યું હતું. ગયા વર્ષે મોરબીમાં બ્રિજ જેમાં 135 લોકોનાં મોત થયા હતા. જેના પડધા છેક ગાંધીનગર અને એ પછી હાઈકોર્ટ સુધી પડ્યા છે.
આ પણ વાંચો:Ahmedabad Crime : 6 મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સની પોલીસે દુકાન કરી બંધ
રીપોર્ટ કરાયો:ડિસેમ્બર 2022માં એટલે કે ગત વર્ષે પાંચ સભ્યોની SIT તપાસ હેતું નક્કી કરવામાં આવી હતી. આ ટીમે મોરબી બ્રીજ દુર્ઘટનાને લઈને એક રીપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. કમિટી એ એક રીપોર્ટ તૈયાર કરીને તંત્ર સામે રજૂ કર્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં મોરબી નગરપાલિકા સાથે આ અહેવાલ શેર કરવામાં આવ્યો હતો. જેને લઈને કેટલાક તંત્રના વિભાગ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કોન્ટ્રાકટને લઈને પણ અનેક વખત પ્રશ્નો સામે આવ્યા બાદ તંત્રના અધિકારીઓ સામસામી ખો-ખો આપતા હોવાનું પણ સામે આવ્યું હતું.
ટીમનો રીપોર્ટ: મોરબીમાં ગત વર્ષે 30 ઓક્ટોબરે બ્રીજ તૂટી પડ્યો હતો. એ પછી SITની રચના કરવામાં આવી અને તપાસનું કામ સોંપવામાં આવ્યું છે. જેમા કમિટીએ એક રીપોર્ટ તૈયાર કરીને ઘણી ક્ષતિઓનો પર્દાફાશ કર્યો હતો. જેમાં પુલના સમારકામ, જાળવણી અને કામગીરીમાં જોવા મળેવી ક્ષતિઓનો ઉલ્લેખ કરાયો છે. આઈપીએસ સુભાષ ત્રિવેદી, આઈએએસ રાજકુમાર બેનીવાલ, મુખ્ય ઈજનેર (રાજ્યના માર્ગ અને મકાન વિભાગ), સચિવ અને અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના પ્રોફેસર SITના સભ્યો હતા. જેમણે આ રીપોર્ટ પર ખાસ ધ્યાન આપ્યું છે.
આ પણ વાંચો:Bhavnagar News: ડબલ ડેકર માલગાડી પાટા પરથી ઉતરી જતા અન્ય ટ્રેનો મોડી
આવી સ્પષ્ટતા: SITએ નોંધ્યું છે કે મોરબી બ્રિજના બે મુખ્ય કેબલ કે, જે 1887માં મચ્છુ નદી પર પૂર્વ શાસકોએ બનાવેલા હતા. એમાંથી એક કેબલમાં કાટ લાગી ગયો હતો. ઓક્ટોબરમાં કેબલ તૂટે તે પહેલા જ તેના લગભગ અડધા વાયર "તૂટેલા હોઈ શકે છે" એ વાતનો ઉલ્લેખ કર્યો હતો. બ્રીજનો મુખ્ય કેબલ તૂટી ગયો હતો. જેના કારણે આ જીવલેણ દુર્ઘટના બની હતી. એવું રીપોર્ટમાં ઉલ્લેખીત છે. દરેક કેબલ સાત સ્ટ્રેન્ડ દ્વારા બનાવવાયા હતા. દરેકમાં સાત સ્ટીલ વાયરનો ઉપયોગ થયેલો છે. આ બ્રીજ તૈયાર કરવા માટે સાત સ્ટ્રેન્ડમાં એક સાથે જોડીને એવા 49 વાયર તૈયાર કરવામાં આવ્યા હતા.
22માં કાટ: રીપોર્ટ કહે છે કે, એવું જોવામાં આવ્યું હતું કે, 49 વાયરોમાંથી 22 કાટવાળા હતા. આટલા કાટવાળા હોવાને કારણે તે બ્રીજ તૂટવા માટે જવાબદાર હોઈ શકે છે. બાકીના 27 વાયર તાજેતરમાં બનેલી ઘટનામાં તૂટી ગયા હતા. રીનોવેશન કામ દરમિયાન, "જૂના સસ્પેન્ડર્સ (સ્ટીલના સળિયા જે કેબલને પ્લેટફોર્મ ડેક સાથે જોડે છે) નવા સસ્પેન્ડર્સ સાથે વેલ્ડિંગ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના બ્રીજમાં સિંગલ સસ્પેન્ડર્સ હોવા જોઈએ. જે ભાર સહન કરવા માટે વપરાય છે."