ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં આવતીકાલથી ભાજપ કરશે સંગઠન પર્વની ઉજવણી - gujarat

મોરબીઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા 6 જુલાઈથી સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં આવેલા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોને એક એક વૃક્ષ આપવામાં આવ્યા હતા અને દરેક કાર્યકર તેમના ઘરે વૃક્ષારોપણ કરશે અને તેનું જતન કરશે તેવો સંકલ્પ લીધો હતો.

morbi

By

Published : Jul 5, 2019, 9:30 AM IST

ભારતીય જનતા પાર્ટી દ્વારા 6 જુલાઈથી સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવશે. જે ઉજવણીના અનુસંધાને મોરબી તાલુકા ભાજપ દ્વારા મીટીંગનું આયોજના કરવામાં આવ્યું હતું.

મોરબીમાં ભાજપ સંગઠન પ્રર્વની ઉજવણી આવશે કરવામાં

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારા, તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદ વાસદડીયા, તાલુકા પંચાયતના સભ્યો, મોરબીના ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, 11 કરોડ સદસ્ય સાથે ભારતીય જનતા પાર્ટી સૌથી વિશાળ પાર્ટી છે. જેના દ્વારા સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવશે, અને કાર્યકરો ઉત્સાહપૂર્ણ રીતે સંગઠન પર્વની ઉજવણીમાં જોડાશે તો ખાસ કરીને આ મીટીંગમાં આવેલા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોને એક એક વૃક્ષ આપવામાં આવ્યા હતા અને દરેક કાર્યકર તેમના ઘરે અથવા તો ગામમાં વૃક્ષારોપણ કરીને તેનું જતન કરશે તેવો સંકલ્પ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details