મોરબી : જિલ્લાની સીટી A ડીવીઝન પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો, જે ગુનામાં મદદગારી કરનારા બે આરોપીને ઝડપી લેવાયા હતા. જોકે મુખ્ય આરોપી શાહરૂખ હારૂન કટીયા છેલ્લા ચાર માસથી નાસતો ફરતો હતો જેને LCB ટીમે વાંકાનેરથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી અને રેન્જની ટીમે નાસ્તા ફરતા બે આરોપીને ઝડપી પાડ્યા, એક પાસા હેઠળ ડિટેઈન
જિલ્લા પોલીસ અને રેન્જની ટીમ દ્વારા અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે એક માથાભારે શખ્સને પાસા હેઠળ ડીટેઇન કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઈસ્માઈલ યારમહમદ બલોચ સામે ત્રણ મારામારીના ગુનાઓ નોંધાયા હોય જેથી પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા LCB ટીમે પાસા વોરંટ અટકાયતી હુકમ અન્વયે ઈસ્માઈલ બ્લોચને ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.
જ્યારે રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના DIG પી.સંદીપસિંહ દ્રારા રેન્જમાં એક સ્પેશિયલ સ્કવોડ બનાવવામાં આવી છે. જે સ્કવોડના PSI જે.એસ.ડેલાના માર્ગદર્શન હેઠળની ટીમે મોરબી સીટી A ડીવીઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં 9 માસથી નાસતા-ફરતા આરોપી હિતેષ રાજાભાઇને પકડી પાડી હાલમા ચાલી રહેલા કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ-19 અંગેની મેડીકલ તપાસણી કરાવવાની જરુરી સમજ સાથે મોરબી સીટી A ડીવીઝન પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.