વાયુ વાવાઝોડાને પગલે માળીયાના નવલખી બંદરે બપોરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. ત્યારે , વાયુ વાવાઝોડાની સંભવિત અસરને લઈને જીલ્લાનું તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે.મોરબી જિલ્લામાં સંભવિત અસરને પહોંચી વળવા માટે NDRFની ત્રણ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
વાયુ વાવાઝોડાની સંભવિત અસરને પગલે મોરબીના નવલખી બંદર પર એલર્ટ - vayu cyclone
મોરબીઃવાયુ વાવાઝોડુ કચ્છમાં દસ્તક દે તેની સંભવિત અસરો માળિયામાં પણ જોવા મળી શકે છે, જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, અને માળીયાના નવલખી બંદરે તમામ કામગીરી બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
વાયુ વાવાઝોડાની સંભવિત અસરને પગલે મોરબીનુ નવલખી બંદર એલર્ટ
નવલખી પોર્ટ પર કામકાજ શરુ કરી દેવામાં આવ્યું છે તે તમામ કામગીરી બંધ કરવા જિલ્લા કલેકટરે આદેશ આપ્યા છે. ઉપરાંત મોરબી જિલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા આદેશ આપવામાં આવ્યા છે. મોરબી જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ નવલખી બંદર પહોચી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.