મોરબી: મોરબીના MLA કાંતિ અમૃતિયા સોશિયલ મીડિયામાં વીડિયો મારફતે ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોરબી માળીયા વિધાનસભા ધારાસભ્ય કાંતિ અમૃતિયાને સોશિયલ મીડિયામાં એક વીડિયો મારફતે અપશબ્દો કહીને ગર્ભિત ધમકી આપવામાં આવી હતી. આ વીડિયો ભાજપના એક કાર્યકરના ધ્યાને આવતા તેમણે આ વીડિયો જે આઈડી પરથી અપલોડ થયો છે. તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
Morbi News: મોરબીના MLA કાંતિ અમૃતિયાને સોશિયલ મીડિયામાં વીડિયો મારફતે ધમકી આપવામાં આવી - MLA Amritiya
મોરબીના MLA કાંતિ અમૃતિયાને સોશિયલ મીડિયામાં વીડિયો મારફતે ધમકી મળી છે. ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરનાર મહેશ બોરીચા વિરુદ્ધ પોલીસ નોંધવામાં આવી છે. સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
Published : Oct 6, 2023, 1:31 PM IST
અપશબ્દો કહીને ધારાસભ્યને ગર્ભિત ધમકી: ભાજપ કાર્યકરે આરોપી મહેશ બોરીચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ઇન્સ્ટાગ્રામમાં આઈડી mahesh borichaપર એક વીડિયો અપલોડ થયો હતો. જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને અપશબ્દો કહીને ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હતી. જેથી કાંતિભાઈ અમૃતિયાનો સંપર્ક કર્યો હતો. આ વીડિયોમાં રહેલ વ્યક્તિને કાંતિભાઈ ઓળખતા નથી અને સમાજમાં ખોટો ભય ફેલાય તે માટે એ શખ્સ દ્વારા આ પ્રકારનો વીડિયો મૂકવામાં આવ્યો હશે. તેવું કાંતિભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
મહેશ બોરીચા વિરુદ્ધ પોલીસ ફરિયાદ:ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરનાર મહેશ બોરીચા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આજે જાહેર કાર્યક્રમ દરમિયાન મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આવા ધમકી આપનાર શખ્સથી વિરુદ્ધ ટીપ્પણી કરતા કહ્યું હતું કે આ ગામમાં અસામાજિત તત્વો જોઈએ જ નહી. કોઈની પણ ખોટી દાદાગીરી નહી ચલાવવામાં આવે.