લવ જેહાદ કરનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી મોરબી:મોરબીમાં ST બસ સ્ટેશનના લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ લવ જેહાદ કરનારાઓને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે પોલીસને સૂચના આપી છે કે, આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો તે જ દિવસે તેની કાર્યવાહી કરવી. એક તરફ 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના ગૃહ પ્રધાનનું આ નિવેદન ખુબ જ સૂચક છે.
'જેમના મનમાં નાની-મોટી માનવતા બચી હોય તે તમામ લોકો કાન ખોલીને સાંભળી લે, દુનિયાના કોઈ ખુણામાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. પરંતુ પ્રેમના નામને બદનામ કરનારા કાન ખોલીને સાંભળી લે. કોઈ સલીમ..સુરેશના નામે પ્રેમ કરીને મારી ભોળીભાળી દીકરીને ફસાવશે, તો એ દીકરીના ભાઈ તરીકે હું અહીંયા આવ્યો છું. જો કોઇ સલીમ સુરેશ બનીની ભોળી દીકરીઓને ફાસાવશે તો છોડવામાં આવશે નહીં.'-હર્ષ સંઘવી, રાજ્યના ગૃહ પ્રધાન
ગુજરાતમાં લવ જેહાદનો કાયદો: આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છે કે, માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. કોઇપણ વ્યક્તિ કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં. આ ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનારને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીની દંડ થશે.
નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે 5 કરોડ 43 લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે મોરબીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગૃહ પ્રધાને કહ્યું હતું કે આજે વિદેશમાં જે પ્રકારની ઈલેક્ટ્રીક એસી બસ ચાલે છે એ પ્રકારની બસ હાલ મોરબી અને રાજકોટ વચ્ચે ચાલે છે.
- Love Jihad Case: યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યા બાદ ગુર્જાયો ત્રાસ
- The Kerala Story: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, બંગાળમાં ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' પરનો પ્રતિબંધ હટાવ્યો