મોરબીઃ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબીના 5 તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત વિવિધ કામો શરૂ થયા છે. જેમાં મોરબી તાલુકામાં 46 કામોમાં 370 શ્રમિકો, વાંકાનેરમાં 30 કામોમાં 1026 શ્રમિકો, ટંકારામાં 11 કામોમાં 710 શ્રમિકો, હળવદમાં 12 કામોમા 644 શ્રમિકો અને માળીયા(મીં)માં 04 કામોમાં 452 શ્રમિકોને રોજગારી મળી રહે છે.
મોરબી જિલ્લ્લામાં મનરેગા યોજના હેઠળ 3,202 શ્રમિકોને મળી રોજગારી
કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાના કામો શરૂ કરવા માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના રોજનું કમાઈને જીવન નિર્વાહ ચલાવતા પરિવારો ભૂખ્યા ન રહે તે માટે સમગ્ર રાજ્યમાં મનરેગા થકી રોજગારી ઉભી કરવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોવીડ-19ના સંક્રમણને અટકાવવાં દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના સમયમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા 3202 શ્રમિકોને રોજગારી ઉપલબ્ધ કરાવી છે.
મોરબી જિલ્લ્લામાં મનરેગા યોજના હેઠળ 3202 શ્રમિકોને મળી રોજગારી
શ્રમિકોને કોવીડ-19 માર્ગદર્શીકા મુજબ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, સેનેટાઇઝર, પાણી તેમજ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. મનરેગા હેઠળ રોજગારી મેળવી રહેલા શ્રમિકોએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં અમને કામ મળતું ન હતું, મનરેગા યોજનાના કામો શરૂ થતા અમને રોજગારી મળવા લાગી છે. આ 3202 શ્રમિકોને સરકારના નવા મનરેગા યોજનાના વેતન દર રૂપિયા 224/- મુજબ રોજગારી મેળવી રહ્યા છે. આ દરેક કામોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને શ્રમિકો કામ કરી રહ્યા છે.