મોરબી જિલ્લો નશીલા પદાર્થોની હેરાફેરી માટે સ્વર્ગ સમાન બની રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. મોરબી વિસ્તારમાં અગાઉ કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયા બાદ તાજેતરમાં મેસરિયા ચેક પોસ્ટ પાસેથી ચાર કિલો ગાંજો ઝડપાયો(Quantity of cannabis in Gujarat) હતો જે ઘટના હજુ તાજી છે. ત્યારે વાંકાનેર માર્કેટ ચોક નજીકના રહેણાંક મકાનમાં દરોડો કરીને પોલીસે સાડા 6 કિલો ગાંજા સાથે એક આરોપીને દબોચી લીધો છે.
68,100નો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર સીટી પોલીસ અને SOG(Morbi SOG Police ) ટીમે બાતમીને આધારે માર્કેટ ચોક પાસે નાગરિક બેન્ક પાસેની શેરીમાં રહેતા ચંદ્રકાન્ત ઉર્ફે ચંદુ ત્રિભોવન જોબનપુત્રના(ઉ.વ.65) રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગાંજો 6.5 કિલો મળી આવ્યો હતો. જેની કિંમત 65,000 આ ઉપરાંત અન્ય વસ્તુઓ સહિત 68,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.