ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે: મોરબીમાં જાગૃતિ સેમીનાર યોજાયો - એસીબી પોલીસ સ્ટેશન
મોરબી: 9 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિત્તે એસીબી પોલીસ સ્ટેશન દ્વારા મોરબીની પી.જી પટેલ કોમર્સ કોલેજ ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિતે જાગૃતિ સેમીનાર યોજાયો
આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ, પ્રોફેસર તેમજ મોરબી ગ્રાહક સુરક્ષા સેલના એડવોકેટ ધર્મેન્દ્ર બારૈયા સહિતના અગ્રણીઓ દ્વારા કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એન્ટી કરપ્શન બ્યુરોના માળખા અને એસીબીની કાર્યરીતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.