ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં પાસેના અકસ્માત કેસમાં આર્થિક લાભ લેવા ખોટા પુરાવાઓ ઉભા કરાયા - Gujarati news

મોરબીઃ વાંકાનેર પાસેના અકસ્માત કેસમાં વીમાનો આર્થિક લાભ લેવા માટે ખોટા પુરાવા ઉભા કર્યા હોવાનું જણાતા આ કેસમાં પોલીસને ગેરમાર્ગે દોરનાર 6 શખ્સો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેર પોલીસ સ્ટેશન

By

Published : May 7, 2019, 1:57 PM IST

વાંકાનેર પોલીસ સ્ટેશનના PSI પૂજાબેન મોલિયાએ વાંકાનેર રહેતા શૈલેષ દેવમુરારી, કુકાભાઈ ભોરણીયા, દેવશીભાઈ ભોરણીયા, હનીફભાઈ બાદી, ઉવેશભાઈ બાદી, ઇબ્રાહિમભાઈ બાદી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આ કામના આરોપીઓએ એકબીજાને મદદ કરી વીમા વગરના મોટર સાઈકલ બદલી તેની જગ્યાએ વીમા વાળા મોટર સાઈકલ મૂકી મૃત્યુ પામનાર વાલી વારસને તથા આરોપી હનીફભાઈ ઉસ્માનભાઈ બાદીને આર્થિક લાભ લેવા માટે પોલીસને ખોટી માહિતી આપી હતી.

આ શખ્સોએ ખોટી ફરિયાદ નોંધાવી તેમજ વીમા કંપનીઓ જેવી કે, ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડ તથા ધ ન્યુ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની સાથે ઠગાઈ કરી આર્થિક લાભ મેળવવા માટે પૂર્વ આયોજીત કાવતરું રચી ખોટા પુરાવોઓ આપી ફરિયાદમાં જણાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે ખુદ ફરિયાદી બનીને વધુ તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details