મોરબીઃ કોરોના લોકડાઉનને પગલે જિલ્લામાં અનેક ચેકપોસ્ટ કાર્યરત છે. સઘન ચેકિંગ છતાં અનેક લોકો મંજૂરી વિના મોરબી જિલ્લામાં આવે છે. વધુ એક દંપતી જૂનાગઢ જિલ્લાથી મોરબી આવ્યું હોવાથી દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
લોકડાઉન વચ્ચે વધુ એક દંપતી મોરબીમાં મંજૂરી વિના આવ્યું, નોંધાઇ ફરિયાદ - મોરબી લોકડાઉન 3.0
કોરોના લોકડાઉનને પગલે જિલ્લામાં અનેક ચેકપોસ્ટ કાર્યરત છે. સઘન ચેકિંગ છતા અનેક લોકો મંજૂરી વિના મોરબી જિલ્લામાં આવે છે. વધુ એક દંપતી જૂનાગઢ જિલ્લાથી મોરબી આવ્યું હોવાથી દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મોરબી સીટી બી ડીવીઝન પીએસઆઈ એન.એ.શુક્લએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી સંજય કચરાભાઈ સાવલીયા અને અંકિતાબેન સંજયભાઈ સાવલીયા. બંને મોરબી-2 વ્રજ ટાવર મૂળ ગામ સરસઈ તા. વિસાવદર જુનાગઢ વાળા મંજૂરી વિના મોરબી ખાતે આવ્યા હતા. જેને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાં ભંગ કરી તેમજ કોરોના વાઈરસ સંક્રમણ ફેલાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે. બી ડીવીઝન પોલીસે જાહેરનામાં ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.