મોરબીઃ હળવદના શક્તિનગર નજીક સ્ટેટ વિજિલન્સની ટીમ રૂ. 8.15 લાખના વિદેશી દારૂ સાથે રૂ. 11.31 લાખના મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી.
મોરબીમાં બિસ્કિટની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો, 2ની ધરપકડ - બિસ્કિટનું બોક્સ
મોરબીમાં હળવદ પાસે બિસ્કિટની આડમાં વિદેશી દારૂ લઈ જતો ટ્રક પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 8.15 લાખના દારૂ સાથે કુલ રૂ. 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગે હળવદ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમે મોડી રાતે શક્તિનગર નજીક મેટાડોર નંબર UP 14 GT 1981ને રોકી અને તપાસ કરતા ડ્રાઈવરે બિસ્કિટના માલનું બિલ બતાવ્યું હતું. બાદમાં પોલીસે મેટાડોર ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂની 2267 નંગ બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 8.15 લાખ છે.
પોલીસે આ વિદેશી દારૂની સાથે રૂ. 3.16 લાખની મેટાડોર સહિત કુલ રૂ. 11.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે મેટાડોર ચાલક કિરણજિતકુમાર મહેરા અને ક્લિનર જ્ઞાનચંદ લક્ષમણદાસ પંચાલની ધરપકડ કરી હતી. બાદમાં સ્ટેટ વિજિલન્સના પોલીસકર્મી મહેન્દ્રસિંહે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મેટાડોર ચાલક સહિત બે આરોપીની ધરપકડ કરી છે.