ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના લુણસર ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ રસીનો પ્રથમ ડોઝ લીધો, પરંતુ સર્ટિફિકેટ બીજા ડોઝનું મળ્યું - વેક્સિનનો બીજો ડોઝ

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ત્રીજી લહેર પહેલા રસીકરણ વધુને વધુ થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોકે, આ રસીકરણ અભિયાનમાં પણ ગોલમાલ ચાલતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણકે મોરબી જિલ્લામાં વાંકાનેરના લુણસર ગામમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોએ માત્ર રસીનો એક જ ડોઝ લીધો હોવા છતાં તેમને બીજો ડોઝ લીધાનો મેસેજ આવી ગયો હતો. આ સાથે તેમને રસીકરણનું સર્ટિફિકેટ પણ મળ્યું હતું.

વાંકાનેરના લુણસર ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ રસીનો પ્રથમ ડોઝ લીધો, પરંતુ સર્ટિફિકેટ બીજા ડોઝનું મળ્યું
વાંકાનેરના લુણસર ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ રસીનો પ્રથમ ડોઝ લીધો, પરંતુ સર્ટિફિકેટ બીજા ડોઝનું મળ્યું

By

Published : May 29, 2021, 4:03 PM IST

  • મોરબીમાં આરોગ્ય વિભાગની બેદરકારી આવી સામે
  • વાંકાનેરના લુણસર ગામમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોએ રસીનો પહેલો ડોઝ લીધો
  • પહેલો ડોઝ લીધો હોવા છતાં તેમને બીજો ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ મળ્યું

મોરબીઃ એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા સરકાર રસીકરણ અભિયાન પૂરજોશમાં ચલાવી રહી છે. ત્યારે મોરબીમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં એક જ પરિવારના 4 સભ્યોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો, પરંતુ તેમને સર્ટિફિકેટ બીજા ડોઝનું મળ્યું હતું.

મોરબીમાં આરોગ્ય વિભાગની બેદરકારી આવી સામે

આ પણ વાંચો-સ્થાનિક રહેણાંક સર્ટિફિકેટ ન હોય તો કોઈ હોસ્પિટલ દર્દીને દાખલ કરવાનો ઈનકાર ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

25 માર્ચે રસીનો પ્રથમ ડોઝ લીધો તો 27 મેએ બીજો ડોઝ લીધાનો મેસેજ આવી ગયો

આ અંગે મળતી વિગત અનુસાર, વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં રહેતા કાન્તિ છગનભાઈ વસીયાણી, મુકેશ છગનભાઈ વસિયાણી, સવિતા કાન્તિભાઈ વસિયાણી અને હંસા મુકેશભાઈ વસિયાણી એમ પરિવારના 4 સભ્યોએ લુણસર PHC ખાતે 25 માર્ચે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જોકે, બાદમાં બીજો ડોઝ લેવાનો બાકી હોવા છતાં 27 મેએ તેમને બીજો ડોઝ લઈ લીધાનો મેસેજ આવી ગયો હતો.

આ પણ વાંચો-જો સોશિયલ મીડિયા પર વેક્સિનેશન સર્ટિફિકેટ અપલોડ કર્યું તો…

આરોગ્ય અધિકારીએ ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું

જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતિરાએ જણાવ્યું હતું કે, 44 વર્ષથી વધુ વયના લોકો માટે રસીની કામગીરી થઈ રહી છે, જેમાં પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝ લેવા આરોગ્ય કર્મચારી ફોન દ્વારા જેતે વ્યક્તિને જાણ કરતા હોય અને બાદમાં તેના નામ સામે ટીક કરતા હોય છે. આ પરિવારને પણ ફોન કર્યો હતો અને તેના નામ સામે ટીક કર્યું હતું, પરંતુ એન્ટ્રી કરતી વખતે કર્મચારીએ રસી આ 4 લોકોને આપી દીધી છે તેમ ટીક કર્યું હોય તેવું સમજીને એન્ટ્રી કરી નાખી હતી, જેથી આ ચાર લોકોને રસી લઈ લીધી હોવાનો મેસેજ આવ્યો હતો પણ આ કર્મચારીની ભૂલ છે તેને ઠપકો આપવામાં આવશે અને આ 4 લોકોને પણ ટૂંક સમયમાં રસી આપવામાં આવશે તેમ જણાવ્યું છે

ખરેખર ભૂલ હતી કે કોઈ ગોલમાલ થઇ રહી છે?

અહીં, સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું ખરેખર કર્મચારીની ભૂલ થવાના કારણે આવું બન્યું હતું કે પછી રસીનો બીજો ડોઝ ના લેતા હોય અને રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા લોકોના નામે અન્યને રસી તો નથી મૂકવામાં આવી રહી કે પછી બીજી કાઈ ગોલમાલ કરાઈ રહી હોવાની શંકા પણ અહી જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details