ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં નિષ્ઠુર જનેતાએ બે માસૂમ બાળકીઓને મોતને ઘાટ ઉતારી આત્મહત્યા કરી - in a horrific incident in morbi mother murdered her own daughters and killed herself

કોરોના મહામારી વચ્ચે મોરબીમાં ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ પોતાની જ બે માસૂમ બાળકીઓનું ગળું દબાવી હત્યા કર્યા બાદ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

મોરબીમાં નિષ્ઠુર જનેતાએ બે બાળકીનાગળા દબાવી હત્યા કરી પોતે આત્મહત્યા કરી
મોરબીમાં નિષ્ઠુર જનેતાએ બે બાળકીનાગળા દબાવી હત્યા કરી પોતે આત્મહત્યા કરી

By

Published : May 3, 2020, 10:51 AM IST

મોરબી: શહેરના વાવડી રોડની રવિપાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૧ મહિનાથી રહેતા નેપાળી પરિવારના વિષ્ણુભાઈના પત્ની તુલસીએ તેની ૯ માસની દીકરી પૂજા અને ૫ વર્ષની દીકરી સીર્જના બંનેનું ગળું દબાવી હત્યા કરી હતી અને ત્યારબાદ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું. આ બનાવની જાણ થતા ડીવાયએસપી રાધિકા ભારાઈ, એ ડીવીઝન પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ઘટનાની તપાસ હાથ ધરી હતી.

જો કે પરિણીતાએ કયા કારણોસર પોતાની જ પુત્રીઓની હત્યા કરી તેનું કારણ હજી જાણી શકાયું નથી. હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. પરિણીતાના પતિ વિષ્ણુભાઈ શનાળા રોડ પરના લીજેંડ જીમમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details