- પ્રદીપસિંહ જાડેજા સોમવારે મોરબી જિલ્લાની મુલાકાતે
- પોલીસ વિભાગની અનેક ખામીઓ અંગે કરી ટકોર
- મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનો તાગ મેળવ્યો
મોરબી: રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ( Home Minister Pradipsinh Jadeja) આજે સોમવારે મોરબી જિલ્લાની મુલાકાત માટે પહોચ્યા હતા. આ દરમિયાન, તેમણે મોરબી A ડિવિઝન પોલીસ મથક ( Morbi Police )ની મુલાકાત લીધી હતી. ગૃહપ્રધાન દ્વારા પોલીસ મથકના જુદા જુદા વિભાગ જેમાં CCTV વિભાગ, કેન્ટીન, PSOની કામગીરી સહિતની બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, જિલ્લામાં પોલીસ વિભાગની અનેક ખામીઓ જોતા ગૃહપ્રધાન દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ SP કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચો:તાપીના ડોસવાડા ગામે ઝીંક પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનો દ્વારા હોબાળો, પોલીસ પર કર્યો પથ્થરમારો