ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં મેઘકૃપા, મચ્છુ ડેમ છલોછલ થવાની તૈયારીમાં, બગાવડા ઓવરફલૉ

મોરબીની જીવાદોરી સમાન એવો મચ્છુ 2 ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. આ સાથે જ જિલ્લામાં વરસાદના કારણે અન્ય ડેમો પણ પાણીની સારી આવક થઈ છે. તેના કારણે વિવિધ ડેમ ઓવરફ્લૉ થઈ ગયા છે. Heavy Rain in Morbi, Morbi machhu dam overflows

મોરબીમાં મેઘકૃપા, મચ્છુ ડેમ છલોછલ થવાની તૈયારીમાં, તો ટંકારાનો બગાવડા ડેમ થયો ઓવરફલૉ
મોરબીમાં મેઘકૃપા, મચ્છુ ડેમ છલોછલ થવાની તૈયારીમાં, તો ટંકારાનો બગાવડા ડેમ થયો ઓવરફલૉ

By

Published : Sep 13, 2022, 3:41 PM IST

મોરબીસૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના (Heavy Rain in Morbi) કારણે અનેક નાના મોટા જળાશયોમાં નવા નીરની આવક (villages put on alert in morbi) થઈ છે. ત્યારે હવે મોરબી જિલ્લાના ડેમોમાં પણ નવા નીર આવ્યા છે. સાથે જ અહીં જિલ્લાની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ 70 ટકા ભરાઈ ગયો (Morbi machhu dam overflows) હતો. જ્યારે ટંકારા તાલુકાનો બંગાવડી ડેમ ઓવરફ્લૉ થયો છે.

ડેમમાં પાણીની આવક

30થી વધુ ગામોને કરાયા એલર્ટ મોરબીના જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ (Morbi machhu dam overflows) પણ 70 ટકા ભરાઈ ગયો છે. તો ઉપરવાસની સતત પાણીની આવક થતાં નાગરિકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. સાથે જ ડેમ સાઈટ આવતા 30થી વધુ ગામોને એલર્ટ (villages put on alert in morbi) કરવામાં આવ્યા છે.

ડેમમાં પાણીની આવકહાલ ડેમમાં 3,472 ક્યૂસેક પાણીની આવક (villages put on alert in morbi) થઈ છે, જેના કારણે મોરબી તાલુકાના અમરેલી, ભળિયાદ, ધરમપુર, ગોરખીજડિયા, ગૂંગણ, જોધપુર, જૂના સાદુળકા, લિલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાદુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળિયા, વજેપર અને માળિયા તાલુકાના બહાદૂરગઢ, દેસળા, ફાટસર, હરિપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળિયા-મિંયાણા, મેધપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર અને અમરનગરને એલર્ટ (villages put on alert in morbi) કરવામાં આવ્યા છે.

બંગાવડી ડેમ ઓવરફ્લૉટંકારા તાલુકાના બંગાવડી નજીક આવેલા બંગાવડી ડેમમાં ઉપરવાસ વરસાદથી નવા પાણીની સારી આવક (villages put on alert in morbi) થતાં ડેમ ઓવરફ્લૉ (morbi machhu dam overflow) થયો છે. તેમ જ ડેમમાં કુલ સપાટીથી 0.03 ફૂટે પાણી વહી રહ્યું છે. આથી હેઠવાસમાં આવતા ત્રણ ગામોને સાવચેત કરી નદીના પટ્ટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સિંચાઈ વિભાગ (Irrigation Department gujarat ) દ્વારા બંગાવડી, ટીબડી અને રસનાળ ગામના લોકોનો નદીના પટ્ટમાં અવર જવર નહીં કરવા ચેતવણી (villages put on alert in morbi ) આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details