મોરબીઃ મોરબી જિલ્લામાં મોરબીમાં 8 ઇંચ, ટંકારા અઢી ઇંચ, માળિયા ચાર ઇંચ, વાંકાનેર બે ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. તો સૌથી વધુ મોરબી તાલુકામાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ઉભા પાક પર પાણી ફરી વળ્યાં હતાં અને ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું. મોરબી તાલુકાના જેપુર ગામે મગફળી, કપાસ અને તલ જેવા પાક લેવામાં આવ્યાં હતાં તો છેલ્લાં 15 દિવસથી વરસાદ વરસતાંની સાથે જ ખેતરોમાં પાણી ઓસરવાનું નામ નથી લેતાં અને મોરબી તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસતાં હાલમાં ખેતરોમાં બે ફૂટ સુધી પાણી ભરાયેલાં છે અને પાક સંપૂણ નિષ્ફળ નીવડ્યો છે.
મોરબીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસતાં ખેતરોમાં ભરાયા પાણી - fields
મોરબી જિલ્લામાં છેલ્લાં ૨૪ કલાકમાં મોરબીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસતાં ખેતરો પાણી પાણી થયાં છે. તો ખેડૂતોના પાક નિષફળ જતાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યાં છે.
મોરબીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસતાં ખેતરોમાં ભરાયાં પાણી
જેપુર ગામે શાંતિલાલભાઈએ પોતાના 10 વિધા ખેતરમાં તલનો પાક લીધો હતો જેમાં છેલ્લાં 15 દિવસથી પાણી ભરાયેલાં રહેતાં તલ કાળા પડી ગયાં છે તો હવે એક પણ કિલો તલની ઉપજ આવી શકે તેમ નથી અને તલની વાવણી સમયે એક વિધે 3000 જેટલો ખર્ચ થયો હતો. દિન પ્રતિદિન ખેડૂતો પર મુશ્કેલીઓ આવતાં હવે ખેડૂતો બેઠાં થઇ શકે તેમ નથી.