- જૂથ અથડામણમાં બે મોત મામલે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યા જનાજા
- બંને પક્ષની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ શરુ કરી
મોરબી : ખાટકીવાસ વિસ્તારમાં થયેલી જૂથ અથડામણમાં બંને પક્ષે એક એક વ્યક્તિના મોત થયા હતા. જે બનાવ બાદ બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે બનાવમાં રફીકભાઈ રજાકભાઈ માંડલિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે અને આરોપી હનીફભાઈ ઉર્ફે મમુ એક જ શેરીમાં રહે છે.રફીકભાઈના દીકરાઓ શેરીમાંથી કામધંધા માટે મોટર સાઈકલ લઈને આવતા જતા હોય જેથી આરોપી હનીફ દાઢીને સારું નહિ લાગતા આરોપી શબ્બીર સલીમ સાથે રફીકભાઈના દીકરા અનીશને સામાન્ય બોલચાલી થતા જેનો ખાર રાખી આરોપી હનીફ મમુ દાઢી તથા આરોપી અલ્તાફ જગીરો, ઈમ્તિયાઝ સહિતના પિસ્તોલ જેવા હથિયારથી તથા શબ્બીર સલીમે ફરિયાદી રફીકભાઈ તથા અન્ય પર પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરીંગ કરી લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે ઈજા કરી પહોંચાડી હતી.
જાનથી મારી નાખવાની ધમકી આપી
માર મારી તથા રફીકભાઈના દીકરાને દીકરાને સારવારમાં લઇ જતા ત્યાં પણ આરોપી ઇમરાન તથા અલ્તાફ અહેમદ ઇકબાલ બકાલી તથા શબ્બીર મેમણ તથા યાસિક રજાકભાઈ મુરધીવાળા તથા ક્દારભાઈ સલીમભાઈ બાનાણીએ ઝધડો કરી પિસ્તોલ જેવા હથિયારથી ફાયરીંગ કરતા રફીકભાઈના દીકરા રઉફને ખભામાં ઈજા કરી તેમજ રફીકભાઈના દીકરા આદીલનું મોત નીપજાવી અન્યોને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.