ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં થયેલા વરસાદના આંકડા સરકાર છૂપાવે છેઃ લલિત કગથરા - લલિત કગથરા

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ આજે એટલે કે સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, સરકાર વરસાદના આંકડા છૂપાવી રહી છે.

ETV BHARAT
સરકાર મોરબીમાં થયેલા વરસાદના આંકડા છૂપાવે

By

Published : Oct 19, 2020, 3:58 PM IST

  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ યોજી પત્રકાર પરિષદ
  • કમોસમી વરસાદ થયાનો કર્યો દાવો
  • સરકાર પર લગાવ્યા આક્ષેપ
  • આંકડાની માયાજાળથી ખેડૂતો ગુમરાહ

મોરબીઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ વરસાદના આંકડા છૂપાવાના આક્ષેપ કર્યા છે. આ આક્ષેપ તેમણે પત્રકાર પરિષદ યોજીને કર્યા છે. જેમાં તેમણે ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગ કરી છે.

વરસાદના આંકડા છૂપાવવામાં આવ્યા

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જો કે, વરસાદના આંકડા છૂપવી રહી છે. આ અગાઉ સરકારે કોરોના સંક્રમણ અને મોતના આંકડા પણ છૂપાવ્યા હતા.

સરકાર મોરબીમાં થયેલા વરસાદના આંકડા છૂપાવે

મામલતદાર ઓફિસ અને નગરપાલિકાના આંકડા વિભિન્ન

ધારાસભ્યએ કહ્યું કે, મુખ્યમંત્રી સહાય યોજનાની સરકારે જાહેરાત કરી હતી. જો કે ખેડૂતોને વળતર ચૂકવવું ના પડે, તેથી વરસાદના આંકડા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મોરબીની મામલતદાર ઓફિસ અને નગરપાલિકામાં વરસાદના આંકડામાં તફાવત જોવા મળે છે. જેનો મતલબ સ્પષ્ટ થાય છે કે, સરકાર ખેડૂતોને કાંઈ આપવા માગતી નથી.

વળતર ચૂકવવા માગ

મોરબી જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરાએ પત્રકાર પરિષદમાં ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, જિલ્લાના એક પણ તાલુકામાં વરસાદ માપવાનું એક પણ સંશાધન નથી. જેથી ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details