જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે ખેડૂતોના પ્રશ્નો જ કેન્દ્ર સ્થાને રહ્યા હતા. પ્રશ્નોતરી દરમિયાન ખેડૂતોને પાક વીમા અરજી માટેની સમય મર્યાદામાં વધારો કરવો, અતિવૃષ્ટિથી પાકને નુકશાન થયું, જેથી સરકાર તાત્કાલિક રાહત આપવા સહિતના મુદ્દાઓ સામાન્ય સભામાં કેન્દ્ર સ્થાને રહ્યા હતા.
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ - morbi municipal
મોરબીઃ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલામભાઈ પલાસરા અને DDO એસ. એમ. ખટાણાના અધ્યક્ષ સ્થાને આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં રજૂ કરેલ એજન્ડાઓ પૈકી એક એજન્ડાને વિચારણા હેઠળ રાખી અન્ય એજન્ડાઓને મંજુરી આપવામાં આવી હતી.
General meeting of municipal held in Morbi
આ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. મોરબી જિલ્લાની રચના સમયે રાજકોટ જિલ્લામાંથી જે શિક્ષકોની ટ્રાન્સફર થવાની બાકી છે, તેમની ટ્રાન્સફર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે આંગણવાડીની કામગીરી અંગે પણ પૂછપરછ કરાઈ હતી.