ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના ઉદ્યોગપતીઓએ ગેસ કંપનીની ઓફિસમાં મચાવ્યો હલ્લાબોલ - meeting

મોરબી: સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ પ્રતિબંધ બાદ તમામ ફેકટરીઓ નેચરલ ગેસ તરફ વળ્યા છે. પરંતુ ગેસનો વપરાશ અઢીથી ત્રણ ગણો વધી ગયો હોવાથી નેચરલ ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યા સર્જાઈ છે. પીપળી રોડ પરના અનેક સિરામિક એકમોમાં અવારનવાર ગેસ પ્રેશર ડ્રોપ સમસ્યાથી દરેક યુનીટને દરરોજ લાખોની નુકશાની સહન કરવી પડી રહી છે જેથી આજે ઉદ્યોગપતિઓ એસોના હોદેદારો સાથે ગેસ કંપનીની ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો હતો.

મોરબીના ઉદ્યોગપતીઓએ ગેસ કંપનીની ઓફિસમાં મચાવ્યો હલ્લાબોલ

By

Published : Apr 26, 2019, 4:14 AM IST

પીપળી રોડ ઉપર ગેસનું પ્રેસર મળતુ ન હોવાથી આજે પીપળી રોડના સિરામિક કારખાનેદારોએ ગુજરાત ગેસની ઑફિસે હલ્લાબોલ કરી ઉગ્ર રજુઆત કરી હતી. સિરામિક એસોના હોદેદારો નીલેશભાઈ જેતપરિયા, મુકેશ ઉધરેજા, કિશોર ભાલોડીયા અને મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ ૨૦૦ જેટલા ઉદ્યોગપતિઓ ગુજરાત ગેસની ઑફિસમાં જઈ ઉગ્ર રજુઆત કરી હતી.

મોરબીના ઉદ્યોગપતીઓએ ગેસ કંપનીની ઓફિસમાં મચાવ્યો હલ્લાબોલ

કારખાનેદારોએ રજુઆતમાં જણાવ્યું હતું કે લો પ્રેસરને કારણે ૨૦થી વધુ યુનિટોને છેલ્લા ૨૦ દિવસથી દરેક ફેક્ટરીને દરરોજ લાખોનું નુકશાન જઈ રહ્યું છે તેમજ ગુજરાત ગેસ સાથે મીટીંગ યોજી હતી. જેમાં ૨૦ ટકા ગેસ કાપનો નિર્ણય ઓપરેશન ધોરણે અમલી બનશે અને પીપળી રોડ પરના યુનિટોને પ્રેશર મળશે તેવી સહમતી સાધવામાં આવી હતી નવી લાઈનો નાખવાની કામગીરી થઇ રહી છે અને સપ્તાહ બાદ સમસ્યા ઉકેલાય જશે તેવી ખાતરી મળી હતી.

આમ, મોરબીના સિરામિક એકમો કોલગેસ પ્રતિબંધની અમલવારીમાં સહયોગ આપીને નેચરલ ગેસ તરફ વળ્યા છે. પરંતુ બીજી તરફ ગુજરાત ગેસ કંપની પુરતો ગેસ સપ્લાય કરી શકતી ન હોય જેથી સમસ્યા સર્જાઈ છે. છેલ્લા વીસ દિવસ જેટલા સમયથી પીપળી રોડ પરના અનેક યુનિટો ગેસ પ્રેશર ડ્રોપને કારણે પ્રતિદિન લાખોની નુકશાની સહન કરી રહ્યા છે તો થોડા દિવસો ઉત્પાદન પણ ઠપ્પ થયું હતું. જેથી નુકશાનીનો આંક કરોડોમાં પહોંચ્યો છે. જેથી નુકશાનીની ભરપાઈ કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે

ABOUT THE AUTHOR

...view details