- જિલ્લામાં બે સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા
- એક જગ્યાએથી 1.07 લાખ અને બીજેથી 61,000નો મુદ્દામાલ જપ્ત કર્યો
- પોલીસે કુલ 9 જુગારીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી
મોરબી : જિલ્લા એસપી (Morbi District SP) એસ. આર. ઓડેદરાની સુચનાથી LCB, PI વી. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળની LCB Teamએ બાતમીને આધારે મોરબીની મહેન્દ્રસિંહજી હોસ્પિટલ (Mahendrashinhji Hospital) અંદર દરોડો કર્યો હતો. જેમાં હોસ્પિટલ અંદર જાહેર જગ્યામાં જુગાર રમતા ઉમેશ ટીડાભાઈ ગોલતર, અજય ઉર્ફે ડાડો મનસુખ વરાણીયા, ગોપાલ નાઝા ગોલતર, ધરમશી ઉર્ફે લાલો રાજુ ગણેશીયા અને સંજય ખોડા ગોલતરને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 1,07,500 જપ્ત કરી છે.
આ પણ વાંચો : પાલીતાણામાં જુગાર પર દરોડો પાડવા ગયેલી પોલીસ પર હુમલો કરવાના કિસ્સામાં ફરિયાદ દાખલ