- મોરબીમાં સિરામિક એસોસિએશનદ્વારા મેડિકલકેમ્પ યોજાયો
- મોટી સંખ્યામાં લોકોએ મેડિકલકેમ્પનો લાભ લીધો હતો
- આ કેમ્પમાં વિશેષ પ્રકારના સુપરસ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ હતી
મોરબીઃ વૈશ્વિક કોરોના મહામારી બાદ લોકો હવે મહદંશે જાગૃત થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કોરોના મહામારી(Corona Update in Gujarat) બાદ ગુજરાતના વિવિધ શહેરોમાં દાતાઓ દ્રારા શારીરિક બીમારીની કેમ્પ(Medical Camp Morbi) આયોજીત થતાં રહ્યા છે. જ્યારે રાજ્યના અલગ અલગ શહેરોમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પના આયોજન થતાં હોય છે જેમાં મોટી સંખ્યામાં લોકો લાભ લેતા હોય છે. ત્યારે મોરબી જિલ્લમાં સિરામિક એસોસિએશન(Ceramic Association Morbi) દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ(Free Medical Camp in Gujarat) યોજાયો હતો. જેમાં એક ખાસ પ્રકારની સ્પેશીયાલીસ્ટ ડૉક્ટરોની(Specialist Doctors in India) ટીમ બોલાવવામાં આવી હતી અને શહેરના લોકોએ લાભ લીધો હતો.
અમદાવાદના સ્પેશીયાલીસ્ટ ડોક્ટરોએ સેવા આપી
આ કેમ્પમાં ઘૂંટણ તેમજ અન્ય સાંધાની તકલીફો, કરોડરજ્જુની તકલીફો, કિડની-પેશાબની તકલીફો, નાક-કાન ગળા તેમજ પેટ, આંતરડાને લગતી તકલીફો માટેના નિષ્ણાંત સુપરસ્પેશિયાલિસ્ટ તજજ્ઞો(specialist doctors in Gujarat) હાજર રહ્યા હતા. આ કેમ્પમાં સિનિયર જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. નિતીન બુધ્ધદેવ, ડૉ. અંકુર મહિન્દ્રુ, યુરોસર્જન ડૉ. નીલય જૈન, નેફ્રોલોજિસ્ટ ડૉ. મયંક શાહ, ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડૉ.અવની શાહ, લેપ્રોસ્કોપીક સર્જન ડૉ. હાર્દિક પટેલ તેમજ સ્પાઇન સર્જન ડૉ.અનિલ સોલંકી પોતાની સેવાઓ આપી હતી.