- 45 લાખથી વધુનું બાયો ડીઝલ, 1 ટેન્કર-2 ટ્રેઇલર
- કાર સહિત 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરાયો
- ભાજપ અગ્રણી સહિત ચાર ઝડપાયા
મોરબી: પોલીસ ટીમો બાયો ડીઝલ (bio diesel)નું વેચાણ કરનારા શખ્સો સામે તબાહી બોલાવી રહી છે. અગાઉ મોરબી LCB ટીમે મોટા પ્રમાણમાં બાયો ડીઝલ જથ્થો ઝડપી લીધો હતો. હવે ટંકારા પોલીસે કારખાના નજીક જમીનમાં દાટીને રાખેલા લોખંડના ત્રણ ટાંકામાંથી બાયો ડીઝલનો મસમોટો જથ્થો ઝડપી લઈને વાહનો સહિત 1 કરોડથી વધુની કિમતનો મુદામાલ કબજે લઈને ભાજપ અગ્રણી સહિતના ચાર શખ્સોને ઝડપી લીધા છે.
બાયો ડીઝલ જથ્થો હોવાની બાતમીને પગલે ટીમે રેડ કરી હતી
રાજકોટ રેંજ IG સંદીપસિંહ અને જિલ્લા SP એસ. આર. ઓડેદરાની સુચના તેમજ dysp રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટંકારા psi બી. ડી. પરમારની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઓટાળા ગામની સીમમાં આવેલ જી આર જી ઇન્ફ્રાસ્ટ્રકચર કારખાના પાછળના ભાગે બાયો ડીઝલ (bio diesel) જથ્થો હોવાની બાતમીને પગલે ટીમે રેડ કરી હતી. જેમાં ટેન્કર ટ્રક અને ઇસુકી કંપની ટેન્કર ગાડીમાંથી તેમજ જમીનમાં દાટેલ લોખંડના ટાંકામાં બાયો ડીઝલ જથ્થો ભરેલ હોય જેથી પોલીસે બાયો ડીઝલનો જથ્થો 60,200 લીટર કિંમત રૂપિયા 45,15,000 રોકડા રકમ રૂપિયા 31,000 તેમજ 1 ટેન્કર, 2 ટ્રેઇલર, ઇસુઝી કંપનીની ગાડી, ફયુલ પંપ 2 અને ઇલેક્ટ્રિક મોટર તેમજ 2 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 1,06,63,000ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.