બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાંબુડિયા નજીક આવેલા લેટીના સિરામિક ફેકટરીમાં અનિતાબેન બીલવાલ (ઉ.વ.20) નામની પરિણીતાએ 11 તારીખે આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા પારૂ બુચા મોરી આદિવાસીએ તાલુકા પોલીસમાં તેમની દીકરીને આપઘાત કરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં પતિ સહિતના ચાર આરોપીની ધરપકડ - arrested
મોરબી: જિલ્લાના જાંબુડિયા નજીક પરિણીતાએ આપઘાત કર્યો હતો, આ બનાવમાં પતિ સહિતના ચાર સાસરીયા વાળાઓ પરિણીતાને આપઘાત કરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એક સગીર સહીત ચાર આરોપીની અટકાયત કરી છે.
ફરીયાદમાં જણાવ્યું છે કે, આરોપી પતિ સુનીલ બીલવાલ, જેઠ મનીષભાઈ, જેઠાણી મંજુબેન તેમજ દિયરએ ફરિયાદીની દીકરી અનીતાના ચારિત્ર્ય પર શંકા કરી તેમજ તને કાંઈ કામ આવડતું નથી કહીને મ્હેણાં ટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારી આપઘાત માટે મજબુર કરતા તેને ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી હતી.
ત્યારબાદ આપઘાત અંગે મૃતકના પિતાએ તેને આપઘાત માટે મજબુર કર્યાની ફરિયાદને પગલે તાલુકા પોલીસની ટીમે વધુ તપાસ ચલાવી હતી અને આ પરિણીતાના પતિ સુનીલ બિલવાલ, જેઠ મનીષભાઈ અને જેઠાણી મંજુબેન તેમજ સગીર વયના દિયર એમ ચારની અટકાયત કરી કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા છે.